આ છે ભારતની સૌથી 5 Luxurious Train, ટ્રેનનાં ભાડામાં ખરીદી શકાય છે શાનદાર કાર!

Mon, 13 Sep 2021-9:05 am,

મહારાજા એક્સપ્રેસ ભારતની સૌથી લક્ઝરી અને મોંઘી ટ્રેન છે. આ ટ્રેનનું જેવુ નામ છે, તેનો સફર પણ એવો જ છે. આ ટ્રેનમાં મુસાફરી કરવાનું દરેક ભારતીયનું સપનુ હોય છે. તમને જણાવી દઈએ કે, આ ટ્રેનમાં એક મોટુ ડાઈનિંગ રૂમ, બાર, લૉજ અને LCD ટીવી ઉપલબ્ધ છે. સાથે જ ટ્રેનમાં ઈન્ટરનેટની સુવિધા અને લક્ઝરી બાથરૂમ પણ છે. મહારાજા એક્સપ્રેસની સૌથી ખાસ વાત તો એ છે કે, અહીં ડાયલ ફોનની પણ સુવિધા છે. આ ટ્રેન પોતાના યાત્રીઓને રાજધાની દિલ્લીથી લઈને આગરા, વારાણસી, જયપુર, રણથંભોર અને મુંબઈ દર્શન કરાવે છે. આ ટ્રેનનું ઓછામાં ઓછુ ભાડું 5,41,023 રૂપિયા છે. ટ્રેનનાં પ્રેસિડેન્શિયલ સ્યૂટનું ભાડું 37,93,482 રૂપિયા છે. જે આ ટ્રેનનું મહત્તમ ભાડુ છે.

પેલેસ ઓન વ્હીલ દુનિયાની સૌથી લક્ઝરી ટ્રેનો પૈકીની એક છે. આ ટ્રેનમાં તમને રાજમહેલ જેવી ફિલિંગ આવે છે. પેલેસ ઓન વ્હીલમાં આધુનિક જીવનની તમામ સુવિધાઓ છે. જેમાં 2 ડાઈનિંગ રૂમ, રેસ્ટોરન્ટ, બાર અને સલૂન પણ શામેલ છે. ભારતીય રેલ દ્વારા ચલાવાતી આ લક્ઝરી ટ્રેન રાજધાની દિલ્લીથી ઉપડે છે. પેલેસ ઓન વ્હીલ આગરા, ભરતપુર, જોધપુર. જેસલમેર, ઉદેપુર, ચિતૌડગઢ, સવાઈ માધો,પુર અને જયપુર દર્શન કરાવે છે. આ ટ્રેનનું ભાડુ 5,23,600 રૂપિયાથી 9,42,480 રૂપિયા સુધીનું હોય છે.

રૉયલ રાજસ્થાન ઓન વ્હીલ્સ ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવતી એક લક્ઝરી ટ્રેન છે. રાજસ્થાન પર્યટન અને ભારતીય રેલ દ્વારા આ ટ્રેન ચલાવવામાં આવે છે. ફાઈવ સ્ટાર હોટલ જેવી સુખ-સુવિધાવાળી આ ટ્રેન રાજસી ઠાઠનો અહેસાસ કરાવે છે. આ શાહી ટ્રેન નવી દિલ્લીથી પોતાનો સફર શરૂ કરીને રાજસ્થાનનાં પર્યટનસ્થળો જોધપુર, ચિતૌડગઢ, ઉદેપુર, રણથંભોર અને જયપુરની સાથે જ મધ્યપ્રદેશના ખજૂરાહો અને ઉત્તરપ્રદેશનાં પર્યટન સ્થળો આગરાની સાથે વારાણસીની પણ મુસાફરી કરી શકે છે. આ ટ્રેનમાં રેસ્ટોરન્ટ, સલૂન, લોન્જબાર, LCD ટીવી, એસી, બેડરૂમ, જિમ, સપા અને બાર પણ છે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઓછામાં ઓછી ટિકિટની કિંમત 3,63,300 રૂપિયાથી 7,56,000 રૂપિયા સુધીની હોય છે.

ડેક્કન ઓડિસી દુનિયાની લક્ઝરી ટ્રેનો પૈકીની એક છે. ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવતી આ ટ્રેન મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતનું દર્શન કરાવે છે. તમને જણાવી દઈએ કે, આ ટ્રેનનો રંગ નીલો છે અને તેમાં 5-સ્ટાર હોટલ, બે રેસ્ટોરન્ટ, કમ્પ્યૂટર, ઈન્ટરનેટ, બાર અને બિઝનેસ સેન્ટરની સાથે 21 લક્ઝરી કોચ છે. આ ટ્રેનનું ઓછામાં ઓછુ ભાડુ 5,12,400 રૂપિયાથી 11,09,850 રૂપિયા સુધીનું છે.

ધ ગોલ્ડન ચેરિયેટનો અર્થ થાય છે, સોનાનો રથ. જેવુ ટ્રેનનું નામ છે તેવી જ સુવિધાઓ છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરની સૌથી આલિશાન ટ્રેનમાં પણ ધ ગોલ્ડન ચેરિયેટનું નામ શુમાર છે. આ ટ્રેનને ભારતીય રેલવે અને કર્ણાટક સરકાર સંયુક્ત રૂપે ચલાવે છે. આ ટ્રેન દક્ષિણ ભારતના કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પુડુચેરિ અને ગોવા દર્શન કરાવે છે. આ ટ્રેનનું ઓછામાં ઓછુ ભાડુ 3,36,137 રૂપિયા છે. જ્યારે 5,88,242 રૂપિયા મહત્તમ ભાડુ છે. આ ટ્રેનને 2013માં વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડ્સ દ્વારા ‘એશિયાની લિડિંગ લક્ઝરી ટ્રેન’નાં ખિતાબથી નવાજવામાં આવી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link