Pic : ટેન્કર રાજના ભાર તળે દબાયું ઉનાનું આ ગામ, પાણી માટે કરવુ પડે છે ‘બેડાયુદ્ધ’

Fri, 17 May 2019-11:17 am,

પંચાયત દ્વારા ઘરેઘરે નળ કનેક્શન તો આપી દેવામા આવ્યા છે, છતાં પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. ગયા ચોમાસે વરસાદ તો સારો પડ્યો, પણ તંત્રની બેદરકારીના હિસાબે પાણી નથી મળતું. પરંતુ ગ્રામ પંચાયત તેમજ સરપંચ અનેક વાર ઉપર લેવલે રજુવાત કરી છતા પીવાનુ પાણી નથી મળતુ. આખરે પંચાયત અને સરપંચ દ્વારા પાણીનુ ટેન્કર 800થી 1000 રૂપિયાના ભાવે વેચાતુ લઈ ગામના તમામ વિસ્તારમા પાણી પૂરુ પાડવામાં આવે છે.   

તેમાં પણ પીવાના પાણી માટે બહેનોને લાઈનો લગાવી પડે છે અને બેડા યુદ્ધ કરવુ પડે છે. એમાં પણ ઘણી વાર ભાભરૂ પાણી આવે છે, જે પીવાલાયક નથી હોતું. છતાં પીવું પડે છે. આવુ પાણી પીવાને કારણે લોકોને પાણીજન્ય બીમારીઓ થવાની શક્યતા રહે છે. બધા કામ છોડીને પાણી મળી જાય એ એમના માટે મોટી વાત હોય છે.  

વરસાદ ઓછો પડ્યો હોય અને અછતના કારણે પાણી ન મળે તે સમજી શકાય. પરંતુ ઉના તાલુકામાં માતબર વરસાદ વરસ્યો છે. હાલ તાલુકાના તમામ ડેમોમાં 2 વર્ષ ચાલે એટલું પાણી છે. પરંતુ આ ગામોની વર્ષોની સમસ્યા પાણી છે, જેનું નિરાકરણ નથી આવતું. 

તંત્રના 3 દિવસે પાણી વિતરણના દાવા વચ્ચે 12 દિવસે માંડ પાણી આવે છે. એ વાસ્તવિકતા વચ્ચે લોકોને રોજીરોટીમાંથી બચાવીને રૂપિયા પાણી પાછળ બગાડવા પડે છે.

તંત્ર ભલે ગમે તેવા દાવા ઠોકતુ હોય, પણ ઉનાળામાં ગુજરાતના વિસ્તારોની પાણીની અસલી પરિસ્થિતિ સામે આવે છે. ગુજરાતના ખૂણેખૂણેથી પાણીનો પોકાર ઉઠતો રહે છે, જે તંત્રના બહેરા કાને અથડાતો નથી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link