196 કરોડ ગયા પાણીમાં.... ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર વરસાદી પાણીમાં ગરકાવ
ડીસામાં મોડી રાત્રે પડેલ વરસાદના કારણે ડીસાના એલિવેટેડ બ્રિજ ઉપર ઢીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. તો બ્રિજ ઉપર પાણી ભરાતા બ્રિજની ડિઝાઈન તથા કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે.
બનાસકાંઠાના ડીસામાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતો ગુજરાતનો સૌથી લાંબો 3.750 કિલોમીટરનો અને 222 કરોડના ખર્ચ બનેલ આધુનિક એલીવેટેડ કોરીડોર ઓવરબ્રિજ ઉપર કમર સુધી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે.
બ્રિજ ઉપર પાણી ભરાઇ જતા એક બાજુનો બ્રિજ બંધ કરી દેવાયો છે તો બીજીબાજુ મહા મુશ્કેલીથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે.
કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલ પુલ ઉપર આ રીતે પાણી ભરાતા બ્રિજની ડિઝાઈન અને કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
બ્રિજ જમીનથી ખૂબ જ ઊંચાઈ ઉપર આવેલ હોવાથી આ રીતે પાણી ભરાવવુ એ પ્રથમવાર જોયું. ત્યારે લોકો અને વાહન ચાલકો બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરીને બ્રિજ ઉપરથી તરતજ પાણી નીકાળવાની માંગ કરી રહ્યા છે.