Photos : સિંહોની તરસ છુપાવતુ વનવિભાગનું અનોખુ ‘વોટર મેનેજમેન્ટ’
5 દિવસથી તાપમાનનો પારો ગગડી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લાની રાજુલા વનિવભાગની રેન્જમાં સિંહો સહિત વન્ય પ્રાણીનો વસવાટ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. ખાસ કરી સિંહો આ રેવન્યુ વિસ્તારમાં રહે છે, ત્યારે તેમની સુરક્ષા અને જાળવણી માટે રાજુલા વનવિભાગની રેન્જ સતર્ક થઈ છે. વનિવભાગ દ્વારા 40 ઉપરાંતની પાણીની કુંડીઓ ઉભી કરવામાં આવી છે અને ફોરેસ્ટની હાજરીમાં ટેન્કર મારફત દરરોજ પાણીની કુંડીમાં પાણી ભરાઇ રહ્યું છે. હાલમાં ગરમી અને આકરા તાપમાન વચ્ચે વનકર્મીઓ દ્વારા સિંહો માટે વનવિભાગ દ્વારા આયોજન કરી 40 કુંડી હતી. વધતા જતા ગરમીના પારાને કારણે વધુ 6 જેટલી કુંડીઓ બનાવી છે અને પાણી ભરવામાં આવી રહી છે. કેટલીક કુંડીઓમાં પવનચક્કી મારફત પણ ભરવામાં આવી રહ્યું છે અને ત્યાર બાદ આ કુંડીઓ પર સ્થાનિક રાઉન્ડ ફોરેસ્ટર્સ તમામ ગતિવિધિ પર નજર રાખતા જોવા મળે છે.
આ વિશે રાજુલા રેન્જા ફોરેસ્ટર એ.ડી. વાળાએ જણાવ્યું કે, હાલ 80થી વધુ સિંહો રાજુલા અને જાફરાબાદ પંથકમાં વસવાટ કરી રહ્યા છે, ત્યારે મોટાભાગે સિંહો સહિત વન્યપ્રાણી અહીં વહેલી સવારે અને મોડી સાંજે ડુંગરાળ વિસ્તારમાંથી નીચે ઉતરી પાણીના પોઇન્ટ પર આવી પોતાની તરસ છીપાવતા જોવા મળે છે. પાણીના આ પોઇન્ટ પર કુંડીમાંથી પાણી ખાલી થાય ત્યારે તરત ખાનગી ટેન્કર મારફત પાણી પહોંચાડી તેને ફરીથી ભરવામાં આવે છે. વનવિભાગના જણાવ્યા અનુસાર, ગરમી અને આકરા તાપમાનના કારણે સિંહો વધુ પાણી પીવે છે.
રાજુલા જાફરાબાદ પંથકમાં વનવિભાગ દ્વારા સિંહો સહિત અને વન્ય પ્રાણી માટે પીવા માટેના પાણીના પોઇન્ટ અતિ મહત્વના સાબિત થશે. આકરા તાપને લીધે વધારાની કુંડીઓ બનાવતા સિંહો પોતાની તરસ છીપાવી શકશે.