મહિલાઓના માથેથી હવે ઓછો થશે ભાર, નહીં ઉંચકવા પડે પાણીના બેડાં, પાણીની રઝળપાટમાં મોટી રાહત આપશે આ સાધન

Thu, 13 May 2021-1:43 pm,

વિચરતી અને વંચિત જાતિઓના કલ્યાણ અર્થે કાર્ય કરતી વિચરતા સમુદાય સમર્થ મંચ નામની સંસ્થાના ફાઉન્ડર અને એક સામાજિક કાર્યકર મિત્તલ પટેલે ZEE24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, બહેનોને રાહત મળે છે. આ સાધન ગ્રામીણ વિસ્તારમાં રહેતી ગરીબ મહિલાઓના જીવનમાં એક નવી ક્રાંતિ સમાન છે. કારણકે, આ સાધનની મદદથી મહિલાઓના માથેથી વર્ષો કે સદીઓ જૂનો બેડાનો ભાર હવે ઉતરી જશે.

મિત્તલ પટેલે વધુમાં જણાવ્યુંકે, અમરેલીના બગસરામાં રહેતા વિચરતી જાતિના પરિવારો કામ ધંધા માટે સ્થળાંતર કરે અને તેઓ જ્યાં રહે ત્યાં પાણીની સુવિધા ન હોવાને ખુબ જ હાલાકી ભોગવવી પડે છે. આ લોકો મોટોભાગે સરકારી પડતરમાં રહે. આમ તેમને દૂરથી પાણી લાવવું પડે ત્યારે આ વોટરવ્હીલ એમને પાણી ભરી લાવવામાં ઉપયોગી સાબિત થાય છે. 

પાણી ભરીને ઉંચકી ઉંચકીને લાવવાની જવાબદારી માત્ર મહિલાઓની જ નથી. ભાઈઓ પણ આ વોટર વ્હીલ ડ્રમમાં પાણી ભરીને કોઈ જ શરમ વગર ખેંચીને લાવી શકે.

મિત્તલ પટેલે જણાવ્યુંકે, આ વોટર વ્હિલ ડ્રમના કારણે ભાઈઓ પણ પાણી ભરી શકે છે. બેડુ લઈને ભરવા જવામાં ભાઈઓને શરમ આવે પણ આમાં તો ભાઈઓ આરામથી કામ કરી શકે. વળી વધુ માત્રામાં પાણી એક ફેરામાં આવે આથી નાહવા ધોવા ને પીવાનું પાણી આરામથી બે ત્રણ ફેરામાં એક ઘરનું આવી લાવી શકાય. એટલું જ નહીં આ વોટર વ્હીલ ડ્રમને કારણે પાણી હવે કોઈપણ ભરીને લાવી શકે છે.

પાણી ભરીને લાવવા માટે હવે માથે બેડા ઉંચકવાની કે ડોલ લઈને આમતેમ દોડવાની જરૂર નથી. 10 વર્ષનું બાળક પણ રમતા રમતા આ વોટર વ્હીલ ડ્રમને ખેંચી લાવીને પાણી ભરી શકે છે. આમ બહેનો જ પાણી ભરી લાવે એ પરંપરાને વોટર વ્હીલ તોડે છે. આ વોટર વ્હીલમાં 45 લીટર જેટલું પાણી સમાય છે.

આવા એક વોટર વ્હીલ ડ્રમની કિંમત અંદાજે 2000 થી 2100 રૂપિયા જેટલી છે. આ વોટર વ્હીલ ડ્રમને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છેકે, તેને પૈડાની જેમ કોઈપણ જગ્યાએથી રગડાવીને લાવી શકાય છે. તેમાં પીવીસીનું હેવી પ્લાસ્ટીક વાપરવામાં આવ્યું હોવાથી પાણી લીક થવાનો કે ઢોળાવાનો પણ કોઈ ડર રહેતો નથી.

અન્ય સામાજિક સંસ્થાઓ પણ આવી વસ્તુઓની ભેટ આપીને ગરીબ ગ્રામજનોની મદદ કરી શકે છે. સાથે જ અન્ય ગામડાંઓ પણ આપ્રકારની ટેકનીકને અપનાવીને મહિલાઓની પાણી ભરવામાં થતી હાલાકી અને રઝળપાટને રોકી શકે છે.

મિત્તલ પટેલે જણાવ્યુંકે, મુંબઈમાં વિચરતા સમુદાય સમર્થન મંચ સાથે સંકળાયેલા જાયન્ટ ગ્રુપ ઓફ સેન્ટ્રલ મુંબઈના સ્વજન પ્રવિણભાઈ મહેતાએ આ વોટર વ્હીલ એવા પરિવારો કે જેમને પાણી ભરવા દૂર જવું પડે છે તેમને ભેટ રૂપે આપવા અમને આપ્યા હતાં. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link