Monsoon Prediction: આ આગાહી વાંચી મોતિયા મરી જશે! ગુજરાતમાં એકાએક વરસાદ કેમ સૂકાયો, જાણો ભયાનક આગાહી
અલનીનોની અસરની કારણે વરસાદ પડી રહ્યો નથી. ત્યારે હવામાન વિભાગની વરસાદને લઈને એક આગાહી કરાઈ છે. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં 5 દિવસ વધુ વરસાદ નથી. 2 દિવસ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. ત્યારબાદ 2 દિવસ સૂકું વાતાવરણ રહેશે.
અલનીનોની અસરના કારણે ગુજરાતમાં પાછોતરો વરસાદ ખેંચાયો છે. જોકે 24 કલાકમાં રાજ્યમાં છુટોછવાયો હળવો વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં હળવો વરસાદ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૂકું વાતાવરણ રહેશે. હાલ વરસાદને લઈને કોઈ સિસ્ટમ એક્ટિવ નહિ. વાતાવરણમાં ભેજના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ સુધી 24 ટકા વધુ વરસાદ સાથે સિઝનનો 94 ટકા વરસાદ પડ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો છુટોછવાયો વરસાદ રહેશે. આગામી સમયમાં તાપમાન 2 ડિગ્રી વધશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં પણ આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી એકાએક વરસાદ ગાયબ થઈ ગયો છે. લોકો વરસાદની કાગડોળ રાહ જોઈ રહ્યાં છે. આવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર એક વરસાદી ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેને કારણે આગામી 24 કલાક સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.