તમારું ગળુ પકડાયું છે? આ 3 ઉપચારથી બે મિનિટમાં દૂર થઈ જશે સમસ્યા
તમારા ગળમાં દર્દ કે ખારાશ હોય તો આવામાં હળદરના પાણીના કોગળા કરી શકો છો. હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વ મળી આવે છે. જે ન માત્ર ગળાની બળતરાને શાંત કરે છે. પરંતું ગળાની ખારાશ અને દર્દમાંથી પણ રાહત અપાવી શકે છે.
મધ, કાળા મરી અને હળદર આ ત્રણેયનું મિશ્રણ પણ ગળાના દર્દમાંથી મુક્તિ અપાવી શકે છે. આવામાં તમે એક વાડકી હળદર, કાળી મરી અને મધને સારી રીતે મિક્સ કરો. દિવસમાં ત્રણથી ચાર વાર આવુ કરો. આવું કરવાથી ગળાની સમસ્યાઓ દૂર થઈ શકે છે.
રાતે ઊંઘતા પહેલા હળદરવાળું દૂધ હેલ્થ માટે બહુ જ ફાયદાકારક બની શકે છે. હળદરમાં પ્રાકૃતિક એન્ટીબાયોટિક ગુણ મળી આવે છે. જે ન માત્ર ગળાની ખારાશને દૂર કરી શકે છે, પરંતું શરીરમાં રહેલા વાયરલના કીટાણુંઓને પણ દૂર કરી શકે છે.
જો આમાંથી કોઈ પણ ઉપચાર કર્યા બાદ પણ તમારું ગળુ સારુ ન થાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો.