215 KMની ઝડપે આવી રહી છે તબાહી! ના કરતા નજરઅંદાજ, બધુ ખેદાન-મેદાન કરી દેશે વાવાઝોડું

Mon, 30 Sep 2024-5:59 pm,

Philippines Krathon : દક્ષિણ એશિયાઈ દેશ ફિલિપાઈન્સની (Philippines) શક્તિશાળી તોફાન હાલત ખરાબ કરી રહ્યું છે. 215 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાય તેવી સંભાવના છે. આ વાવાઝોડાને કારણે તમામ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી, દરિયામાંથી બોટો હટાવવાની સાથે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સુરક્ષાના બધા ઉપાયો છતાં ત્યાં મોટા પ્રમાણમાં નુકશાન થવાની સંભાવના છે.

આ વાવાઝોડાને ક્રેથોન (Krathon) નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કૈગાયન (Cagayan province) અને બટાનસ (Batanes) પ્રાંતના બાલિટાંગ દ્વીપના (Babuyan Islands)તટીય વિસ્તારોમાં 175 થી 215 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની આગાહી છે. ટાયફૂન ક્રેથોન (typhoon Krathon) ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતું અને મંગળવારે જ્યારે તે તાઈવાનથી ઉત્તરપૂર્વ તરફ વળશે ત્યારે સુપર ટાયફૂન (super typhoon) બની શકે છે.  

હવામાન એજન્સીએ આગામી 48 કલાકમાં બાલિટાંગ ટાપુ અને કૈગાયન પ્રાંતના દરિયાકાંઠાના ગામોમાં "મધ્યમથી ઉચ્ચ જોખમી વાવાઝોડા"ની ચેતવણી આપી છે. આ સુપર ટાયફૂનને કારણે ભારે નુકસાન થવાની આશંકા છે.

વાવાઝોડાને કારણે કૈગાયન પ્રાંતમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સેંકડો ગ્રામજનોને દરિયાકાંઠાના અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે સાવચેતીના ભાગરૂપે સોમવારે ઉત્તરના ઘણા પ્રાંતોમાં તમામ શાળાઓ અને કોલેજોને બંધ કરી દેવામાં આવી છે. 

ફિલિપાઈન્સમાં દર વર્ષે લગભગ 20 ટાયફૂન આવે છે. આ દ્વીપ સમૂહ 'પેસિફિક રિંગ ઑફ ફાયર'માં (Pacific Ring of Fire) પણ સ્થિત છે, જ્યાં ઘણા જ્વાળામુખી ફાટવા સાથે ભૂકંપ આવે છે. જેના કારણે દક્ષિણ-પૂર્વ એશિયાનો આ દેશ વિશ્વના સૌથી વધુ આપત્તિગ્રસ્ત દેશોમાંનો એક બની ગયો છે.

2013 માં વિશ્વમાં અત્યાર સુધીના સૌથી શક્તિશાળી ટાયફૂન હૈયાને (Typhoon Haiyan) 7,300 થી વધુ લોકોના મોત થવાની સાથે દરિયામાં વહી ગયા હતા. આ તોફાને આખા ગામોનો નાશ કર્યો હતો. આ તોફાનના કારણે મધ્ય ફિલિપાઈન્સમાં 50 લાખથી વધુ લોકોએ હિજરત કરવી પડી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link