શું ગુજરાતમાં આગામી ત્રણ મહિના કમોસમી વરસાદ પડશે? જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી?

Sun, 05 Jan 2025-7:50 am,

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત 12થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. આગામી 3 દિવસ રાજ્યમાં ઠંડીમાં રાહત રહેવાની હવામાન વિભાગની આગાહી છે. ત્રણ દિવસ બાદ ઠંડીમાં સામાન્ય વધારો થશે. જોકે, હવે ઉત્તરાયણ સુધી તાપામાનનો પારો નીચે નહીં જાય તેવું લાગે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, તાપમાનમાં વધારો થતા ઠંડીથી રાહત અનુભવાઈ છે, આગામી બે દિવસ તાપમાનનો પારો ઊંચો રહેશે.

જાન્યુઆરી મહિનામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદની આગાહી છે. જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની આગાહી છે. જાન્યુઆરીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છના મધ્ય અને દક્ષિણ અને ગુજરાતનાં સાઉથ ઇસ્ટના કેટલાક ભાગોમાં સામાન્ય કે સામાન્યથી નીચે રહેવાનું પૂર્વાનુમાન છે.

અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. આગામી તારીખ 4 થી 7 દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રી થી ઓછુ થવાની પ્રબળ શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીથી આંશિક રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે દિવસ દરમિયાન ગુજરાત રાજ્યનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધુ રહેતા ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી કરી છે. પરંતું ઠંડીનો વધુ એક મોટો રાઉન્ડ આવવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવા અઠવાડિયાની શરુઆતથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે. એટલે કે સોમવારથી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ છે. 

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. મોટા ભાગના વિસ્તારમાં તાપમાનમાં થોડો વધારો થવાને કારણે ઠંડીમાં ઘટાડો થયો હતો. આ વચ્ચે રાજ્યમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ કરી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર તરફથી મળેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં હવામાન સૂકુ રહેશે. પવનની દિશા પૂર્વથી પૂર્વ તરફની રહેશે. હવામાન વિભાગે કહ્યું કે આગામી બે-ત્રણ દિવસમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. ત્યારબાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, એટલે કે ઠંડી વધશે.  

ગુજરાતના હવામાનની માહિતી આપતા પરેશ ગોસ્વામીએ કહ્યુ કે જાન્યુઆરી મહિનામાં ઠંડીનું પ્રમાણ વધશે. તેમણે કહ્યું કે ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે જેથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. જાન્યુઆરી મહિનામાં કોલ્ડવેવ જોવા મળી શકે છે.

સમગ્ર ઉત્તર ભારત ઠંડીની ઝપેટમાં છે. પહાડી વિસ્તારો પર બર્ફીલો પવન ફૂંકાઈ રહ્યો છે જ્યારે મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. હમણા પડેલા વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. નવા વર્ષમાં ફરીથી એકવાર કોલ્ડવેવ અને ધુમ્મસ વચ્ચે વરસાદની ચેતવણી પણ ઉચ્ચારાઈ છે. દિલ્હી એનસીઆરમાં ગાઢ ધૂમ્મસનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

દેશનું હવામાન ફરી એકવાર બદલાવા જઈ રહ્યું છે. જે જાન્યુઆરીમાં લોકોની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે 4 જાન્યુઆરીથી ઉત્તર ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જે હિમાલયના પ્રદેશો અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદનું કારણ બની શકે છે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં પણ વધારો જોવા મળી શકે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 2-3 દિવસ સુધી ગાઢથી અત્યંત ગાઢ ધુમ્મસ અને "ઠંડા દિવસની સ્થિતિ" યથાવત રહેવાની શક્યતા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link