શું આ પણ સાચી પડશે અંબાલાલની આગાહી! ગજબનું પલટાયું ગુજરાતનું વાતાવરણ! ઠંડી અને વરસાદ નહીં હવે તો...
અમદાવાદ, અમરેલી, આણંદ, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, ખેડા, ગાંધીનગર, જામનગર, બનાસકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત કચ્છ સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
10 અને 12 જાન્યુઆરીની વચ્ચે તાજી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જે પૂર્વીય પવનો સાથે ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે. પશ્ચિમી પવન મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાં ચાટ બનાવે છે. જેના કારણે ઉત્તર-પૂર્વ આસામમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. વિષુવ વૃત્તીય હિંદ મહાસાગર, બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં અને નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં પણ ચક્રવાતનું પરિભ્રમણ રચાયું છે. ઉત્તર તમિલનાડુ અને તેની આસપાસ અન્ય ચક્રવાતનું પરિભ્રમણ પણ રચાયું છે. તાજા હવામાનની અસરને કારણે આસામમાં 12 જાન્યુઆરી સુધી છૂટાછવાયા કરા પડી શકે છે. પશ્ચિમ ભારતમાં હળવા, મધ્યમથી ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.
ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી આવી ગઈ છે. 9- 15 જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડી રહી શકે છે. જી હા..ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 તારીખ સુધી ઠંડી રહી શકે. 10-11 જાન્યુઆરીમાં કંઈક અંશે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડી ઘટી શકે. ઉત્તરાયણથી ઠંડી ઘટે, જો કે પવન સારો રહી શકે છે. સવારે 6 km/h પવન રહી શકે, પરંતુ સવાર બાદ 10 થી 15 km/h રહી શકે. 22- 23 જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. 24 જાન્યુઆરીથી પુનઃ ઠંડીની શક્યતા છે. 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં ફેરફાર થઇ શકે.ઉતરીય પર્વતીય પ્રદેશમાં ઠંડા પવન ફૂંકાતા ઠંડી વધશે. જેમાં પંજાબ, હરિયાણા રાજસ્થાનમાં ઠંડી હવા ફૂંકાશે જેના કારણે પવનના તોફાનો, કરા પડવા સહિતનો અનુભવ થઇ શકે છે.
ગુજરાતમાં અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીની પડે છે. આગામી દિવસોમાં હવે રાજ્યના હવામાનમાં ફરીથી ફેરફાર થવાની શક્યતા છે. રાજ્યમાં 24 કલાક સુધી હાલની જે સ્થિતિ છે તે પ્રમાણે જ ઠંડી પડતી રહેશે. ઠંડા પવનના કારણે અમદાવાદ અને ગાંધીનગર પણ ઠંડાગાર બની ગયા છે. હજુ પણ આગામી 2 દિવસ સુધી ઠંડી આવી રીતે જ લોકોને પરેશાન કરશે. જે બાદ થોડી રાહત મળી શકે છે. પરંતુ માવઠાને લઇને જે આગામી સામે આવી છે. તે ચિંતા વધારનારી છે.
ઉત્તરાયણના તહેવારને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 12 થી 18 જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગોમાં કમાસમી વરસાદ પડી શકે છે. જેમાં તહેવારના બે દિવસોમાં માવઠાની આગાહી તેઓએ કરી હતી. તેઓના કહ્યા મુજબ પૌષ મહિનાની આસપાસ ઉત્તરાયણ આવે છે. એટલે મકરસંક્રાંતિ સવાઈ આવે તો સારું કહેવાય. વદના બીજા દિવસે આવતી હોવાથી સારું રહે. મકરસંક્રાંતિ દિવસે સવારે અમુક વિસ્તારમાં પવનની ગતિ મધ્યમ અથવા મધ્યમથી થોડી વધુ રહેવાની શક્યતા છે.
કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે. આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.
જો કે ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ ઠંડી યથાવત રહેશે. ત્યારપછી ક્રમશ: ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ આગામી બે દિવસ ઠંડી સહન કરવી જ પડશે. વહેલી સવારે ઠંડા પવન ફૂંકાતા વધુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો તાપણું કરી રહ્યા છે. ગુજરાતના 7 શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે.