પરેશ ગોસ્વામીની મહાભયાનક છે આગાહી, નવેમ્બર કરતા ભારે જશે ડિસેમ્બરનો મહિનો
પરેશ ગોસ્વામીએ ઠંડીની આગાહી કરતા કહ્યું કે, દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. શિયાળુ પાકનું વાવેતર કરી શકાય તે પ્રકારનું વાતાવરણ થઈ ગયો છે. હાડ થીજવી દે તેવી ઠંડી 25 નવેમ્બર સુધી આવે તેવી કોઈ સંભાવના જોવા મળતી નથી. 21 નવેમ્બર પછી દિવસનું તાપમાન હજુ નીચું આવશે. પરંતુ કોલ્ડ વેવની સંભાવના નથી. 25 નવેમ્બર સુધી આકાશમાં વાદળા જોવા મળે તેવી સંભાવના પણ હાલ નથી. આકાશ ચોખ્ખું રહેશે. 25થી 30 નવેમ્બર વચ્ચે અમુક વિસ્તારમાં વાદળા જોવા મળે તેવી સંભાવના છે. પવનની વાત કરીએ તો હાલ ઉત્તર પૂર્વના પવનો છે. સૂકા ભૂરના પવન માટે હજુ 10 દિવસ રાહ જોવી પડશે. પવનની સ્પિડ નોર્મલ હતી તેમા સામાન્ય વધારો જોવા મળશે. દિવસે ગરમી-ઉકળાટથી રાહત મળશે. દિવસમાં ઠંડી જોઇએ તેવી અનુભવાશે નહીં. ઝાકળ વર્ષા કે ધુમ્મસની હાલ કોઈ સંભાવના નથી. તાપમાન ઘટશે અને પવનની ઝડપ થોડી વધશે તેવી સંભાવના નથી.
અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 19 નવેમ્બરથી સૂર્ય પ્રચંડ વાયુ વાહક નાડીમાં આવતા બંગાળના ઉપસગારમાં ભારે ચક્રવાતની સંભાવના છે. 25 થી 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. આ વચ્ચે હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, મોટાભાગના જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 17.5 નોંધાયું છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં એક ડિગ્રી તાપમાન ઘટ્યું છે. નલિયામાં સૌથી ઓછી 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 17.8 તાપમાન નોંધાયું છે. આગામી સમયમાં 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટતા ઠંડીનો અનુભવ થશે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવનની દિશા છે.