અંબાલાલે અત્યારથી કરી દીધી ઠંડીની ભવિષ્યવાણી! આ વર્ષે ઠંડીનું તોફાન આવશે, ભુક્કા બોલાવી દેશે
તો આગાહીકારે આ વર્ષના શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આ વખતે શિયાળો વહેલો શરૂ થશે. અલ નીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે. જેને કારણે 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે. 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે. આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે. સાથે જ તેમણે ચોમાસાના વિદાય અંગે અંબાલાલે કહ્યું કે, 17 સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે. જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ મોડું વિદાય લેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે. 10 થી 13 ઓક્ટોબર આસપાસ બંગળાના ઉપસગારમાં ચક્રવાતની શક્યતા છે.
હવામાન વિભાગે પણ ચેતવ્યા છે કે, આ વર્ષે કડાકાની ઠંડી માટે પણ તૈયાર રહેજો. કારણ કે, આ વર્ષે ઠંડી તેના તમામ રેકોર્ડ તોડી દેશે તેવી હવામાન વિભાગ (India Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. દેશમાં ચોમાસું મોડું આવ્યું છે. પરંતુ હવે બરાબરનું જામ્યું છે. હજી પણ સપ્ટેમ્બર મહિનો ભારે જવાનો છે. આ વચ્ચે આગામી ઠંડીની સીઝનની ભવિષ્યવાણી થઈ ગઈ છે. લા નીનાની સૌથી મોટી અસર આગામી ઠંડીની સીઝન પર પડશે. વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું કે, લા-નીનાથી બંગાળની ખાડીનું તોફાન ઉત્તર ભારતમાં ઠંડી વધારે દેશે.
ભારતીય હવામાન વિભાગ (IMD) ના ડાયરેક્ટર ડો.મૃત્યુંજય મહાપાત્રાએ આગાહી કરતા કહ્યું કે, એટલે કે લા- નીનાથી ચોમાસાને ખાસ અસર નથી થઈ, પરંતુ જો શિયાળા પહેલાં લા-નીના પરિસ્થિતિ ઊભી થઈ તો ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડવાની છે. તેમણે કહ્યું કે, હાલ પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સપાટીનું તાપમાન સરેરાશથી વધુ છે. પૂર્વમાં સરેરાશની નજીક કે નીચે છે. બંને છેડાના તાપમાન વચ્ચે અનસો ન્યૂટ્રલ (ન અલનીનો, ન લા-નીના) પરિસ્થિતિઓ બનેલી છે. લા-નીના પરિસ્થિતિ ચોમાસાના અંતિમ સપ્તાહ કે તે પછી જ વિકસિત થશે. લા-નીનાના સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન બનવાની 66 ટકા શક્યતા છે. શિયાળામાં નવેમ્બરથી જાન્યુઆરી, 25 સુધી ઉત્તર ગોળાર્ધમાં રહેવાની શક્યતા 75 ટકાથી પણ વધુ છે.
લા નીના ભારતના ચોમાસાને અસર કરે તેવી શક્યતા નથી દેખાતી તેવું હવામાન વિભાગનું કહેવું છે. તે સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે બનશે. ત્યાં સુધી ચોમાસાની સીઝન પૂરી થઈ જશે. દક્ષિણ ભારતના ચોમાસાને તે અસર કરે તેવી શક્યતા છે, કારણ કે, ઓક્ટોબરના અંતથી અહી ચોમાસું શરૂ થાય છે. લા-નીનાને કારણે બંગાળની ખાડીમાં સમુદ્રી તોફાનની એક્ટિવિટી વધી જાય છે અને ઉત્તર ભારતમાં સખત ઠંડી પડે છે.