પિક્ચર અભી બાકી હૈ...ગુજરાતમાં ભલે ઓગસ્ટમાં પડ્યો સૌથી ઓછો વરસાદ, પણ હવે છે ભયાનક આગાહી!

Thu, 31 Aug 2023-4:39 pm,

આગામી અઠવાડિયાને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહીત ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે. ડાંગ, વલસાડ અને, નવસારીમાં હળવો વરસાદ રહી શકે છે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં પાછલા 10 વર્ષથી ઓછો રહ્યો છે. જો કે વરસાદની આવી જ પેટર્ન 2015 માં પણ રહી હતી. 2015 માં પણ અલનીનોની અસર રહી હતી. આગામી સમયમાં તાપમાનમાં કોઈ મોટો ફેર નહી પડે. એક ડિગ્રી તાપમાન વધી શકે. ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ઘણો ઓછો વરસાદ રહ્યો છે.

જુલાઈમાં જે વરસાદ વરસ્યો તેના બાદથી ગુજરાતમાં સારો કહી શકાય તેવો વરસાદ આવ્યો નથી. ઓગસ્ટ મહિનો તો આખો કોરો રહ્યો. હવે લોકો સપ્ટેમ્બરમાં ચોમાસાના પાંચમા રાઉન્ડની રાહ જોઈને બેસ્યા હતા. પરંતું હવે લોકોના અરમાનો પર પાણી ફરી વળશે, કારણ કે ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી. આગામી સાત દિવસમાં વરસાદનું પ્રમાણ લગભગ નહિવત છે. 

ગુજરાતમાં ચાલુ અઠવાડિયામાં અને સપ્ટેમ્બરની શરુઆતમાં પણ સારા વરસાદની શક્યતાઓ નથી. સપ્ટેમ્બરની શરુઆતમાં વરસાદ અંગે કોઈ ચેતવણી કે ભારે વરસાદ અંગેનું એલર્ટ આપવામાં આવ્યું નથી. રાજ્યમાંથી એક તરફ વરસાદ ખેંચાયો છે ત્યારે ગરમીનું પ્રમાણ પણ વધવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. જોકે, હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમીનું પ્રમાણ વધ્યું નથી. આ સાથે સામાન્યથી વધુ તાપમાન થવાની સંભાવનાઓ હાલ જોવાઈ રહી નથી.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આ દિવસોમાં માત્ર હળવા વરસાદની આગાહી છે. જેમાં ડાંગ, વલસાડ, દમણમાં હળવા વરસાદની આગાહી છે. બનાસકાંઠામાં પણ હળવા વરસાદની આગાહી છે. પરંતું આ બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શકયતા નહિવત છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી એક સપ્તાહ સુધી કોઈ સિસ્ટમ સક્રિય નથી. આ દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સાવ સૂકુ રહેશે. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક વરસાદ ઓછો પડ્યો છે. આ માટે નબળું ચોમાસુ કારણભૂત માનવામાં આવી રહ્યું છે. તાપમાનમાં બે થી ત્રણ દિવસનો વધારો થવાની આગાહી છે. દસ વર્ષમાં ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. 94.5 ટકા વરસાદ ચાલુ વર્ષે ચોમાસામાં પડ્યો. 

વાત ઓગસ્ટ મહિનાની કરીએ તો આ મહિનામાં દેશમાં 50 ટકા સુધી ઓછો વરસાદ પડ્યો અને સપ્ટેમ્બરમાં પણ આવી સ્થિતિ બની રહી છે. સપ્ટેમ્બરમાં આવું થયું તો વર્ષ 2015 બાદ સૌથી ઓછો વરસાદ હશે. હવામાન વૈજ્ઞાનિકો પ્રમાણે તેની પાછળનું કારણ અલ નીનો છે, જેના કારણે ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં ઓછા વરસાદની આશંકા રહેલી છે. હવે હવામાન વિભાગે રેકોર્ડ રાખવાનું શરૂ કર્યું, (123 વર્ષથી) ત્યારથી ઓગસ્ટ મહિનામાં આટલો ઓછો વરસાદ ક્યારેય થયો નથી. આ વર્ષનો ઓગસ્ટ ઈતિહાસનો બીજો સૌથી ડ્રાઈ ઓગસ્ટ બનવા તરફ છે.

આ વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં બે ચક્રવાત આવવાના હતા પરંતુ ના આવ્યા. આ બધા જ કારણોસર ઓગસ્ટનો મહિનો શુષ્ક રહ્યો. હવામાન વિભાગે ઓગસ્ટમાં સામાન્યથી ઓછા વરસાદની આગાહી કરી હતી. પરંતુ તેમનો અંદાજો હતો કે 6થી10 ટકા ઘટ નોંધાશે પણ તે ખોટો સાબિત થયો. હવે સપ્ટેમ્બર માટે હવામાન વિભાગની સત્તાવાર આગાહી થાય એ પહેલા નિષ્ણાતોનું કહેવું છે કે, ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બર મહિનો સારો રહેશે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં એક દબાણની સિસ્ટમ સર્જાઈ રહી છે. જોકે, આખા દેશમાં નહીં ફક્ત મધ્ય ભારતમાં તેની અસર દેખાશે. એકદંર સપ્ટેમ્બરમાં ચોમાસું સારું રહી શકે છે. સાથે જ અલ નીનોનું સંકટ પણ રહેશે. જો મહિનો 5થી8 ટકાની સામાન્ય ઘટ સાથે પૂરો થાય તો ઓવરઓલ ચોમાસું કદાચ ઘટના ઝોનમાં નહીં રહે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link