કાળુ પડી જશે ગુજરાતનું આકાશ! નવરાત્રિમાં હાથિયો અને ચિત્રા નક્ષત્રમાં મેઘો મચાવશે તોફાન

Thu, 26 Sep 2024-5:32 pm,

Navratri Weather Forecast 2024: હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, વરસાદી સિસ્ટમ મજબૂત થઈ જવાના જેના લીધે ૨૫ થી ૨૮ સપ્ટેમ્બરમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ કોઈ ભાગોમાં ૧૦ ઈંચ તો ક્યાંક વળી ૧૨ ઈંચ વરસાદ થવાની પણ સંભાવના છે. આથી આ ભાગોમાં પૂર આવવાની પણ શક્યતા રહેતા જનધનને કાળજી રાખવાની આવશ્યકતા રહેશે. 

બંગાળની સિસ્ટમ સાથે અરબી સમુદ્રનો ભેજ ભળતા મજબૂત બની ગઈ છે સિસ્ટમ. જેને કારણે ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદની સંભાવના પ્રબળ બની ગઈ છે. ૨૬, ૨૭, ૨૮માં બંગાળની શાખા અને અરબી સમુદ્રના પવનના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે. 

26 ઓક્ટોબરથી ગુજરાતમાં પડશે ગરમી, વચ્ચે વચ્ચે વરસાદ પણ પડશે. દક્ષિણ ચીનમાં બનેલા સઘન વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળાની શાખા સક્રિય થઈ છે અને આ મજબૂત સિસ્ટમ થોડા ઓડિસ્સાના ભાગો, ઝારખંડના ભાગો, છતીસગઢના ભાગો અને મહારાષ્ટ્રના ભાગો તરફ આવતા અને અરબી સમુદ્રનો પણ ભેજ ભળતા લગભગ મુંબઈથી સુરત સુધી આ સિસ્ટમ મજબૂત થઈ ગઈ છે. 

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છેકે, તા.૨૭ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર વચ્ચે હસ્ત નક્ષત્રમાં પણ ગાજવીજ સાથે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની સંભાવના રહેશે. નવરાત્રિ વખતે હાથિયો અને ચિત્રા નક્ષત્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છેકે, હવે ખાસ કરીને મધ્ય ગુજરાતના કેટલાંક હિસ્સામાં અને ઉત્તર ગુજરાતમાં અંદાજા બહારનો વરસાદ વરસી શકે છે. એમાંય વડોદરા અને પંચમહાલ પર મોટી ઘાત છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને બનાસકાંઠાનો પણ આવી શકે છે વારો...

અંબાલાલ પટેલની આગાહી મુજબ હવે જે વરસાદ પડશે એ પાકને નુકસાન પહોંચી શકે છે. મેઘલ અવસ્થામાં આવેલ કૃષિ પાકોમાં પડી જવાની શક્યતા રહેશે. ૨૩ સપ્ટેમ્બરથી ૨૬ ઓક્ટોબર વચ્ચે ગરમી પડશે અને વરસાદની સ્થિતિ થતા ગરમીમાં ઘટાડો પણ થશે.

દક્ષિણ ગુજરાતના સુરત વગેરે ભાગોમાં પણ આજે ભારે વરસાદ થઈ શકે છે. નીચાણવાસ વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેશે. વરસાદ તા.૨૫, ૨૬, ૨૭, ૨૮ સુધી રહેશે અને ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે. પવનનું પ્રમાણ વધારે રહેશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link