હવામાનની નવી આગાહીએ દૂર કરી ગુજરાતમાં વરસાદની ચિંતા, જાણો આ વખતે કેવું રહેશે ચોમાસુ

Thu, 20 Jun 2024-4:51 pm,

Monsoon: દેશના અડધાથી વધુ રાજ્યોમાં ચોમાસાનું વિધિવિત આગમન થઈ ગયું છે. ઉત્તર-પૂર્વના કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો કેટલાંક સ્થળોએ પ્રિ-મોન્સૂન વરસાદ છે. તેની વચ્ચે હવામાન ખાતાએ દેશના લોકોની ચિંતા દૂર  કરતી આગાહી કરી છે. અસમમાં મેઘરાજાનું કેવું રૂપ જોવા મળ્યું?. બીજા રાજ્યોમાં કેવી છે ચોમાસાની સ્થિતિ, વિગતવાર જાણીશું આ રિપોર્ટમાં....

દેશભરમાંથી હવે કાળઝાળ ગરમી ધીરે ધીરે વિદાય લઈ રહી છે. હજુ પણ જ્યાં ગરમી છે સમજો કે એનો છેલ્લો રાઉન્ડ છે. હવે પછી નો રાઉન્ડ વરસાદનો શરૂ થશે. હવામાન વિભાગે વરસાદના વેલકમની આગાહી કરી દીધી છે. તંત્ર પણ તેને કારણ સજ્જ થઈ ગયું છે.

જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.  ઉત્તર-પૂર્વના રાજ્ય અસમમાં મેઘરાજાએ મહેર કરી છે. જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. અનરાધાર વરસાદના કારણે અહીંયાં પૂરની સ્થિતિ ખતરનાક બની ગઈ છે. અહીંયા 15 જિલ્લાઓમાં 1.62 લાખ લોકો અને લગભગ 1 લાખ લોકો પ્રભાવિત થયા છે. અસમના ગોલપરા જિલ્લામાં તો નદીમાં ઘોડાપૂરથી પામેરબેલા અને ખાલીસભીતા વિસ્તારમાં બનાવેલો વાંસનો પુલ તણાઈ ગયો. જેના કારણે બંને વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  

દેશમાં જામ્યો વરસાદી માહોલ અનેક રાજ્યોમાં જોવા મળી મેઘમહેર અસમમાં અનરાધાર વરસાદથી પૂર 15 જિલ્લાઓના લાખો લોકો પ્રભાવિત મુંબઈમાં ધીમે-ધીમે જામ્યો વરસાદી માહોલ 2થી 3 દિવસમાં અનેક રાજ્યમાં પડશે વરસાદ

બીજીબાજુ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થઈ ગયું છે. ધીમીધારે પડી રહેલા વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે તો હવામાન વિભાગે મુંબઈના દરિયામાં હાઈ ટાઈડની ચેતવણી આપી છે. કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે અનેક રાજ્યોને રાહત આપતી આગાહી કરી છે.

31 મેના રોજ ચોમાસું કેરળમાં પ્રવેશી ગયું હતું પરંતુ સમયાંતરે તે નબળું પડી જતાં લોકોને અસહ્ય ગરમી અને બફારામાં શેકાવું પડ્યું છે. જોકે હવે ધીમે-ધીમે દેશના અનેક ભાગમાં ચોમાસું બેસી ગયું છે. એટલે આશા રાખીએ કે આ વખતે મેઘરાજા મન મૂકીને વરસે અને લોકોની તમામ મુશ્કેલીઓ દૂર થાય.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link