સુપરબોલ્ડ ડ્રેસ અને હાથમાં પતિનો હાથ, જોઈ લો પ્રિયંકાના લેટેસ્ટ રિસેપ્શનના PICS

Thu, 20 Dec 2018-11:40 am,

હાલમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે મુંબઈમાં પોતાનું રિસેપ્શન આપ્યું હતું. આ રિસેપ્શનમાં નવપરિણીત દંપતિ એકબીજાના પ્રેમમાં ગળાડુબ જણાતું હતું.

આ મુંબઈ રિસેપ્શનમાં પ્રિયંકાએ સબ્યસાચીએ ડિઝાઇન કરેલો સુપરહોટ લહેંગો પહેર્યો હતો તો નિક પણ મેચિંગ ગ્રે કલરના કોટમાં જોવા મળ્યો હતો. 

મુંબઈના આ રિસેપ્શનમાં પરિવારના સભ્યો અને મહેમાનોએ હાજરી આપી હતી. બોલિવૂડ સ્ટાર્સ માટે પ્રિયંકા અને નિક બીજું રિસેપ્શન આપવાના છે. 

આ રિસેપ્શનના વેન્યુને સફેદ ફુલથી સજાવવામાં આવ્યું હતું. એના પર દુલ્હા-દુલ્હનના નામનો ટ્રેડમાર્ક 'એનપી'નો લોગો પણ લાગેલો હતો. 

આ રિસેપ્શનમાં પ્રિયંકાએ હૃદયસ્પર્શી સ્પિચ આપીને બધાના દિલ જીતી લીધા હતા. 

પ્રિયંકા-નિકના આ રિસેપ્શનની તસવીરો વાઇરલ બની છે.

લગ્ન પછી પ્રિયંકા-નિકે દિલ્હીમાં એક ખાસ રિસેપ્શન આપ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link