`બોલિવુડના આ 5 કલાકારો ડ્રગ્સ લેવાનું નહીં છોડે તો મરી જશે`, સુશાંતના મિત્રનો ચોંકાવનારો ખુલાસો
યુવરાજે જણાવ્યું કે "1970ના દાયકાથી જ ડ્રગ્સ ચલણમાં છે. તે સમયે આટલુ બધુ એક્સપોઝર કે સોશિયલ મીડિયા નહતું. પરંતુ હવે છે આથી તે બહાર આવી રહ્યું છે. ફિલ્મ ઉદ્યોગમાં અનેક લોકો છે જે કોકીન લે છે. અનેક અભિનેતા છે, અને ફિલ્મ નિર્માતા છે જે ડ્રગ્સના ક્ષેત્રમાં કામ કરે છે."
બેઈમાન લવ ફિલ્મના અભિનેતાએ ઈન્ડસ્ટ્રીમાં પ્રચલિત ડ્રગ્સ અંગે કહ્યું કે "વીડ સિગરેટની જેમ છે. કેમેરાપર્સનથી લઈને ટેક્નિશિયન સુધીના લોકો સેટ પર સામાન્ય રીતે વીડનું સેવન કરે છે. બોલિવુડ પાર્ટીઓની મુખ્ય ડ્રગ કોકીન છે. આ ઉપરાંત એમડીએમએ પણ છે. જેને એલએસડી કે એસિડ પણ કહે છે. કેટામાઈન પણ હોય છે. તે ખુબ હાર્ડ ડ્રગ્સ છે. તેની અસર 15થી 20 કલાક સુધી રહે છે. હું તો કહીશ કે ઈન્ડસ્ટ્રીમાં 5થી 8 અભિનેતા એવા છે કે જેમના માટે ડ્રગ્સ છોડવી ખુબ જરૂરી છે. નહીં તો આ લોકો મરી જશે."
અભિનેતાને પોતાને જ અનેકવાર ડ્રગ્સની રજૂઆત કરાઈ હતી. તેમણે કહ્યું કે 'મને અનેકવાર ડ્રગ્સની રજૂઆત કરાઈ છે. આ ખુબ સામાન્ય છે. ઘણા લોકો ડ્રગ્સ લે છે, પાર્ટીઓમાં જાય છે. વાસ્તવમાં તેનાથી લોકોને કામ મળે છે. જો તમે યોગ્ય લોકો, યોગ્ય અભિનેતા-અભિનેત્રીઓ અને નિર્દેશક સાથે ડ્રગ્સ લો છો તો તમે એક લોબી અને અક કનેક્શન બનાવો છો. ઈન્ડસ્ટ્રીમાં આવી જ માનસિકતા કામ કરે છે. તે લોકો એક વાતાવરણ બનાવે છે અને તેમાં કામ કરવાનું પસંદ કરે છે.'
એમ પૂછવામાં આવ્યું કે શું તેઓ ડ્રગ્સ લેનારા લોકોના નામોનો ખુલાસો કરી શકે તો તેના પર અભિનેતાએ કહ્યું કે મોટા ભાગના લોકો આમ કરે છે. મે ખરેખર બધાને આમ કરતા જોયા છે. તેનો એક વીડિયો પણ વાયરલ થયો છે. તે એક ડ્રગ પાર્ટી હતી. યુવરાજે આ વાત ગત વર્ષ કરણ જોહરના ઘરે થયેલી પાર્ટીના વીડિયો સંબંધે કહી. જેમાં દીપિકા પાદૂકોણ, રણબીર કપૂર, મલાઈકા અરોરા, વિક્કી કૌશલ, વરણ ધવન, શાહિદ કપૂર, અર્જૂન કપૂર હતાં.
યુવરાજે વધુમાં કહ્યું કે 'તમે કહી શકો કે ટોચના 10 કે 15 એ લિસ્ટર્સ કોકીનના ખુબ જ આદી છે.' તેઓ નામ કેમ નથી જણાવતા તો યુવરાજે કહ્યું કે ' હું જાણું છું કે આ લોકો ડ્રગ્સનું સેવન કરે છે. પરંતુ મારી પાસે તેને સાબિત કરવા માટે કોઈ પુરાવા કે તસવીરો નથી. તેઓ મારા પર એક કાઉન્ટર કેસ દાખલ કરી શકે છે. હું મારું નામ તેમા લાવવા માંગતો નથી. તેઓ બદલા માટે ગમે તે તરકીબ અજમાવશે. તેઓ વિતરકોને કહેશે કે મારી ફિલ્મો રિલીઝ ન કરે.' યુવરાજે સંકેત આપ્યો કે ટોચના 10 થી 15 અભિનેતાઓમાંથી અક્ષયકુમારને બાદ કરતા તમામ ડ્રગ્સ લે છે.