Weekly Horoscope 12 થી 18 એપ્રિલ: આવનાર સપ્તાહ કોના માટે છે ઉથલપાથલવાળું....કોને થશે ફાયદો, ખાસ જાણો

Sun, 11 Apr 2021-8:11 pm,

Weekly Horoscope 12 to 18 April 2021 (By Astro Friend Chirag - Blessed Son of Astrologer Bejan Daruwalla) મેષ: ગણેશજી કહે છે, મેષ રાશિના જાતકોએ આ સપ્તાહ પારિવારિક કાર્યોને જવાબદારીપૂર્વક પૂરા કરવા. જો કામ ઘણા સમયથી ટાળતા આવી રહ્યા છો તેને હવે પૂરા કરી લો નહિતર આમાંથી અમુક અધૂરા કામ તમારા માટે મોટી મુશ્કેલીનુ કારણ બની શકે છે. પ્રેમ સંબંધી બાબતોમાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે. કોઈ એવા વ્યક્તિ સાથે ના જોડાવુ જે તમને મુસીબતમાં ફસાવીને ભાગી જાય. શારીરિક રીતે આ સપ્તાહ આરોગ્ય સારુ રહેશે અને તમને માનસિક શાંતિ મળશે. સમ્માનમાં વૃદ્ધિ થશે.

વૃષભ: ગણેશજી કહે છે, વૃષભ રાશિવાળાને આર્થિક બાબતોમાં વધુ સતર્ક રહેવાની જરૂર છે. તમે તમારા જ કોઈ પરિચિત કે સંબંધીની આર્થિક મદદ કરશો અને તમારા પૈસા ફસાઈ શકે છે. આ સપ્તાહ તમારા માન-સમ્માન, પદ-પ્રતિષ્ઠામાં ઘટાડો થવાના સંકેત છે. વેપારીઓની સ્થિતિ ના લાભ, ના હાનિ જેવી રહેશે. એટલા માટે જે ચાલી રહ્યુ છે તે ચાલવા દો. પારિવારિક સ્થિતિ સંતુલિત રહેશે. આરોગ્ય મધ્યમ રહેશે. શરદી, તાવની સંભાવના છે. ઠંડી વસ્તુઓ ખાવાથી દૂર રહેવુ.

મિથુન: ગણેશજી કહે છે, આ રાશિના જાતકોએ ગયા સપ્તાહથી ચાલી રહેલી ભાગદોડમાંથી રાહત મળશે. વૈવાહિક જીવનમાં સંતુલન અને પ્રેમ વધશે. પરિજનો સાથે સારો સમય વીતશે. કોઈ મનોરંજક કે ધાર્મિક યાત્રા પર જઈ શકો છે. સંતાનપક્ષના કાર્ય ઉત્તમ રીતે થશે. અપરિણીતોના લગ્નની વાત બની જશે. નવા પ્રેમ સંબંધ મળશે. આ સપ્તાહ તમારી કોઈ મહત્વપૂર્ણ યોજના પૂરી થઈ જવાથી માનસિક રીતે શાંતિ મળશે.

કર્ક: ગણેશજી કહે છે, કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ શારીરિક રીતે થકાવનારુ સાબિત થઈ શકે છે. કામની ભાગદોડ વધુ હોવાના કારણે તમારુ એનર્જી લેવલ ડાઉન રહેશે. પરિવારમાં કોઈ સભ્ય કે સંતાન પક્ષના આરોગ્ય માટે ચિંતિત રહેશે. આ ચક્કરમાં પોતાના આરોગ્ય પર ધ્યાન આપવુ. નોકરિયાત વર્ગે પોતાના કાર્ય માટે સતર્ક રહેવુ. વિદ્યાર્થીઓને આ સપ્તાહ કોઈ પરીક્ષામાં સફળતા મળી શકે છે. રોકાણ કરવાથી બચવુ.

સિંહ: ગણેશજી કહે છે, આ રાશિના જાતક માનસિક રીતે વધુ ચિંતિત રહેશો. તમારા ઘણા બધા કામ થતા થતા અટકી જશે જેનાથી માનસિક તણાવ તો થશે. આની અસર તમારા આરોગ્ય પર પણ પડશે. ઠંડી વસ્તુઓથી બચો. આ સપ્તાહ પારિવારિક કાર્યોથી પ્રવાસ કરવો પડી શકે છે. આ સપ્તાહ ખર્ચવાળો રહેશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય પર ખર્ચ-રોકાણ કરવુ પડી શકે છે. વાહન ખરીદવાનો યોગ બનીરહ્યો છે. સંપત્તિ અંગેના કાર્યો ઉકેલાઈ જશે.  

કન્યા: ગણેશજી કહે છે, કન્યા રાશિવાળા માટે નવુ સપ્તાહ શુભ સાબિત થવાનુ છે. તમારા જીવનમાં અત્યાર સુધી જે ખુશી નથી મળી શકી તે સંભવતઃ આ સપ્તાહ તમારી ઝોળીમાં આવી જશે. આર્થિક બાબતોમાં તમને જબરદસ્ત લાભ થવાનો છે પરંતુ ધ્યાન રાખજો કે જો તમારામાં બચત કરવાની પ્રવૃત્તિ નહિ હોય તો તમે બધુ ધન ગુમાવી બેસશો. આરોગ્યની દ્રષ્ટિએ સપ્તાહ સારુ રહેશે પરંતુ વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી પગમાં ઈજા થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે, વધુ મહેનતની જરૂર પડશે.

તુલા: ગણેશજી કહે છે, આ રાશિવાળા માટે આ સપ્તાહ વિવાદિત રહી શકે છે. એટલા માટે પોતાના ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખીને લોકો સાથે વાતચીત કરો. પરિજનો, ભાઈબંધુઓ સાથે તમારે કોઈ વાત માટે વિવાદ થઈ શકે છે. જો પોલિસ કે કોર્ટ કચેરીમાં કોઈ કેસ ચાલી રહ્યો હોય તો ચુકાદો તમારા પક્ષમાં આવવાની આશા છે. જે લોકોને પોતાના જીવનસાથી સાથે વિવાદ ચાલી રહ્યો છે તે નિર્ણાયક વળાંક લઈ લેશે.

વૃશ્ચિક: ગણેશજી કહે છે, વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ આર્થિક સંપન્નતાના રસ્તે આગળ વધારનારુ રહેશે. નવો બિઝનેસ આરંભ કરવા ઈચ્છો છો કે જૂનાનો વિસ્તાર કરવા ઈચ્છો છો તો હવે સમય સારો રહેશે. પ્રોપર્ટી કે ગોલ્ડમાં રોકાણનો યોગ્ય સમય આ જ છે. પરિવારને પ્રાથમિકતા આપો, બાકી બધુ બીજા સ્થાને રાખો. પૈતૃક સંપત્તિ માટે ચાલી રહેલ વિવાદ સમાપ્ત થઈ જશે.

ધનુ: ગણેશજી કહે છે, ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ ભાગ્યોદયકારી સાબિત થવાનુ છે. ધન સંબંધી મામલે તમને જબરદસ્ત લાભ થઈ શકે છે. સંપત્તિ, વાહન, ભૌતિક સુખ-સુવિધાઓ મળી શકે છે. નોકરિયાત લોકોને પ્રમોશન મળશે. વિદ્યાર્થીઓને પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા, યંગ પ્રોફેશનલ્સને મલ્ટીનેશનલ કંપનીઓથી મોટી જૉબ ઓફર થઈ શકે છે. વિદેશ યાત્રાઓના યોગ છે. વૈવાહિત જીવનમાં સુખ શાંતિ મળશે. પોતપોતાના વર્ગમાં જાતકોને કોઈ સમ્માન, સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. પારિવારિક માહોલ પ્રેમપૂર્ણ રહેશે.

મકર: ગણેશજી કહે છે, મકર રાશિના જાતકો ધ્યાન રાખો કે કોઈ પણ મોટુ રોકાણ કરતા પહેલા એ ક્ષેત્રમાં કામ કરી રહેલા ભરોસાપાત્ર વ્યક્તિઓની સલાહ જરૂર લેવી. ભૂમિ, ભવનમાં રોકાણ કરવાના યોગ બની રહ્યા છે પરંતુ સાવચેતીથી કરવા. ટ્રાન્સપોર્ટ, ઑટોમોબાઈલ વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ આ સપ્તાહ કાર્ય વિસ્તાર ટાળી દેવો. હાનિ થવાની સંભાવના છે. આરોગ્ય માટે સતર્ક રહેવુ. હ્રદય રોગીઓને કોઈ પણ વાતનો તણાવ બિલકુલ ન લેવો. ખાનપાનનુ ધ્યાન રાખવુ. જીવનસાથીની જરૂરિયાતને સમજો અને ક્યાંય જરૂર હોય તો તેમની સલાહ પણ લો.

કુંભ: ગણેશજી કહે છે, આ રાશિના જાતકોને મોટાભાગની મનોકામનાઓ આ સપ્તાહ પૂરી થશે અથવા તે પૂરી થવાના માર્ગમાં આવી રહેલી અડચણો સમાપ્ત થઈ જશે. આ રાશિના નિઃસંતાન દંપત્તિઓને સંતાનસુખ મળશે. ધાર્મિક, આધ્યાત્મિક ગતિવિધિઓમાં મન લાગશે. કોઈ ધાર્મિક યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. આર્થિક બાબતો માટે સમય સામાન્ય છે. યંગ પ્રોફેશનલ્સને વિદેશોમાંથી જૉબ ઓફર આવવાની છે. મેડીકલના ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકોને કોઈ ઉપલબ્ધિ સમ્માન મળશે. વૈવાહિક જીવનમાં પ્રેમ વધશે અને પાર્ટનર સાથે સારો સમય વીતશે.

મીન: ગણેશજી કહે છે, આ રાશિના જાતકો માટે આ સપ્તાહ ઠીક રહેશે. તમારા નિર્ણયની સર્વત્ર પ્રશંસા તો મળશે પરંતુ તેનો શ્રેય તમને ઓછો મળશે. કોઈના પર ભરોસો કરવો તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. જરૂરિયાતના સમયે કોઈ તમારો સાથ નહિ આપે માટે ભવિષ્ય માટે અત્યારથી સંચય કરવાનુ શરૂ કરી દો. આરોગ્ય માટે સપ્તાહ ઠીક છે. જૂના રોગોથી મુક્તિ મળશે. પરિવારના વૃદ્ધોના આરોગ્યનુ ધ્યાન રાખવુ. ભાઈબંધુઓ સાથે ચાલી રહેલ વિવાદનો ઉકેલ સમય રહેતા કરી લેશો તો સારુ રહેશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link