Weekly Horoscope: 2023 ના છેલ્લા અઠવાડિયામાં ચમકી જશે કિસ્મત, આ લોકો રોજ કરશે તાગડ ધિન્ના
મેષ રાશિના જાતકોએ આ અઠવાડિયે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ. કે કોઈની પાસેથી ઉધાર લેવું નહીં. અન્યથા આર્થિક નુકસાન થઈ શકે છે. વિવાદો ટાળો.
શંકાસ્પદ કે જોખમી વ્યવહાર ન કરો. તેમજ થોડી લાલચને લીધે કોઈપણ ગેરકાયદેસર કામ કરતા નહી. સરકારી તંત્ર તરફથી લાભ મળવાની સંભાવના છે.
તમારા પરિવારમાં ખુશીઓ રહેશે. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો ઉકેલ આવશે. કોઈ મહેમાન આવી શકે છે. તમે ઉજવણીના મૂડમાં રહેશો.
કોઈ ખોટું કામ ન કરવું કે ખોટું ન બોલવું. નહીંતર તમારી ઈમેજ બગડી શકે છે. ફક્ત તે વચન આપો જે તમે પૂર્ણ કરી શકો. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.
સંજોગો તમારી તરફેણમાં નથી, તમારી ભૂલોથી તેમને વધુ ખરાબ ન કરો. સારા સમયની રાહ જોવી વધુ સારું છે. તમે ભાગીદારીમાં કોઈ કામ શરૂ કરી શકો છો.
તમારે કોઇની સાથે અણબનાવ થઇ શકે છે. તમારા માન-સન્માનને ઠેસ પહોંચી શકે છે. પરિવારના સભ્યો તમારી તરફ આકર્ષિત થશે. સ્ત્રી સહકર્મીઓ તમને નુકસાન પહોંચાડી શકે છે.
તમે તમારી કારકિર્દીમાં અત્યાર સુધી સખત મહેનત કરી છે, પરિણામ મળવાનો સમય આવી ગયો છે. તમને નવી જવાબદારી અને પ્રતિષ્ઠા મળશે. જીવનમાં સુખ-સુવિધાઓ અને વૈભવ વધશે. આર્થિક લાભ થશે.
મોટું રોકાણ કરવા માટે સમય યોગ્ય નથી. જો તમે રોકાણ કરતા હોવ તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો. તમારા કાર્યસ્થળ પર પૂર્ણ ધ્યાન અને સમયસર કામ કરો, તે લાભદાયક રહેશે.
આ અઠવાડિયે તમે હળવા મૂડમાં રહેશો. કોઈ સારા સમાચાર મળી શકે છે. ભાગીદારીમાં વ્યાપાર કરનારા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
તમારા જીવનસાથીની ખૂબ મદદ મળી શકે છે. તેમનો સહયોગ તમને કોઈ મોટી સમસ્યામાંથી બચાવી શકે છે. પરિવારના નાના સભ્યોને પ્રેમ બતાવવો વધુ સારું રહેશે.
બીજાના કામમાં દોષ ન શોધો. પરિવારમાં કોઈની સાથે ઝઘડો થઈ શકે છે. તમારા સ્વભાવ અને વાણી પર નિયંત્રણ રાખો. વ્યવસાયિક જીવન સામાન્ય રહેશે.
તમે તમારા ભવિષ્ય માટે નાણાકીય યોજનાઓ બનાવવામાં વ્યસ્ત રહેશો. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારા પિતા અથવા નિષ્ણાતની સલાહ લેવી વધુ સારું રહેશે.