Saptahik Rashifal: આ સપ્તાહ વૃષભ રાશિને જબરદસ્ત આર્થિક લાભ થશે, મિથુન રાશિને માનસિક શાંતિ મળશે, સાપ્તાહિક રાશિફળ

Sun, 08 Dec 2024-12:05 pm,

ગણેશજી કહે છે, મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ ભાગ્યોદયકારી સાબિત થવાનુ છે. ધન સંબંધી મામલે તમને જબરદસ્ત લાભ થઈ શકે છે. નોકરિયાત લોકોને પ્રમોશન મળશે. વિદેશ યાત્રાઓના યોગ છે. વૈવાહિત જીવનમાં સુખ શાંતિ મળશે. પારિવારિક માહોલ પ્રેમપૂર્ણ રહેશે.

ગણેશજી કહે છે, વૃષભ રાશિવાળા માટે આ સપ્તાહ શુભ સાબિત થવાનુ છે. તમારા જીવનમાં અત્યાર સુધી જે ખુશી નથી મળી શકી તે સંભવતઃ આ સપ્તાહ તમારી ઝોળીમાં આવી જશે. આર્થિક બાબતોમાં તમને જબરદસ્ત લાભ થવાનો છે પરંતુ ધ્યાન રાખજો કે જો તમારામાં બચત કરવાની પ્રવૃત્તિ નહિ હોય તો તમે બધુ ધન ગુમાવી બેસશો.  

ગણેશજી કહે છે, ગયા સપ્તાહથી ચાલી રહેલી ભાગદોડમાંથી રાહત મળશે. વૈવાહિક જીવનમાં સંતુલન અને પ્રેમ વધશે. પરિજનો સાથે સારો સમય વીતશે. નવા પ્રેમ સંબંધ મળશે. આ સપ્તાહ તમારી કોઈ મહત્વપૂર્ણ યોજના પૂરી થઈ જવાથી માનસિક રીતે શાંતિ મળશે. આરોગ્ય સારુ રહેશે.

ગણેશજી કહે છે, કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ શારીરિક રીતે થકાવનારુ સાબિત થઈ શકે છે. કામની ભાગદોડ વધુ હોવાના કારણે તમારુ એનર્જી લેવલ ડાઉન રહેશે. નોકરિયાત વર્ગે પોતાના કાર્ય માટે સતર્ક રહેવુ. વિદ્યાર્થીઓને આ સપ્તાહ કોઈ પરીક્ષામાં સફળતા મળી શકે છે.

ગણેશજી કહે છે, આ રાશિના જાતક માનસિક રીતે વધુ ચિંતિત રહેશો. આ સપ્તાહ પારિવારિક કાર્યોથી પ્રવાસ કરવો પડી શકે છે. આ સપ્તાહ ખર્ચવાળો રહેશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય પર ખર્ચ-રોકાણ કરવુ પડી શકે છે. વાહન ખરીદવાનો યોગ બનીરહ્યો છે. સંપત્તિ અંગેના કાર્યો ઉકેલાઈ જશે.

ગણેશજી કહે છે, કન્યા રાશિવાળાને આર્થિક બાબતોમાં વધુ સતર્ક રહેવાની જરૂર છે. નોકરિયાત વર્ગ ચિંતિત રહેશે. સ્થાનાંતર કે નવી જૉબ શોધવી પડી શકે છે. વેપારીઓની પારિવારિક સ્થિતિ સંતુલિત રહેશે. આરોગ્ય મધ્યમ રહેશે. શરદી, તાવની સંભાવના છે. ઠંડી વસ્તુઓ ખાવાથી દૂર રહેવુ.

ગણેશજી કહે છે, આ સપ્તાહ વિવાદિત રહી શકે છે. પરિજનો, ભાઈબંધુઓ સાથે તમારે કોઈ વાત માટે વિવાદ થઈ શકે છે. જો પોલિસ કે કોર્ટ કચેરીમાં કોઈ કેસ ચાલી રહ્યો હોય તો ચુકાદો તમારા પક્ષમાં આવવાની આશા ઓછી છે. તમારા દામ્પત્ય જીવનમાં આ સપ્તાહ કોઈ મોટી ઉથલપાથલ થઈ શકે છે.

ગણેશજી કહે છે, વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ આર્થિક સંપન્નતાના રસ્તે આગળ વધારનારુ રહેશે. નવો બિઝનેસ આરંભ કરવા ઈચ્છો છો કે જૂનાનો વિસ્તાર કરવા ઈચ્છો છો તો હવે સમય સારો રહેશે. પરિવારને પ્રાથમિકતા આપો, બાકી બધુ બીજા સ્થાને રાખો. પૈતૃક સંપત્તિ માટે ચાલી રહેલ વિવાદ સમાપ્ત થઈ જશે.

ગણેશજી કહે છે, આ રાશિના જાતકોને મોટાભાગની મનોકામનાઓ આ સપ્તાહ પૂરી થશે અથવા તે પૂરી થવાના માર્ગમાં આવી રહેલી અડચણો સમાપ્ત થઈ જશે. ધાર્મિક, આધ્યાત્મિક ગતિવિધિઓમાં મન લાગશે. આર્થિક બાબતો માટે સમય સામાન્ય છે. નવા પ્રેમ સંબંધ મળશે અને પાર્ટનર સાથે સારો સમય વીતશે.

ગણેશજી કહે છે, મકર રાશિના જાતકો ધ્યાન રાખો કે કોઈ પણ મોટુ રોકાણ કરતા પહેલા એ ક્ષેત્રમાં કામ કરી રહેલા ભરોસાપાત્ર વ્યક્તિઓની સલાહ જરૂર લેવી. આરોગ્ય માટે સતર્ક રહેવુ. હ્રદય રોગીઓને કોઈ પણ વાતનો તણાવ બિલકુલ ન લેવો. જીવનસાથીની જરૂરિયાતને સમજો અને ક્યાંય જરૂર હોય તો તેમની સલાહ પણ લો.

ગણેશજી કહે છે, કુંભ રાશિના જાતકો એ આ સપ્તાહ પારિવારિક કાર્યોને જવાબદારીપૂર્વક પૂરા કરવા. પ્રેમ સંબંધી બાબતોમાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે. કોઈ એવા વ્યક્તિ સાથે ના જોડાવુ જે તમને મુસીબતમાં ફસાવીને ભાગી જાય. આ સપ્તાહ તમારું આરોગ્ય સારુ રહેશે અને તમને માનસિક શાંતિ મળશે.

ગણેશજી કહે છે, આ રાશિના જાતકો માટે આ સપ્તાહ ઠીક રહેશે. કોઈના પર ભરોસો કરવો તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. આર્થિક રીતે આ સપ્તાહ હેરાન કરનારુ રહેશે. જૂના રોગોથી મુક્તિ મળશે. પરિવારના વૃદ્ધોના આરોગ્યનુ ધ્યાન રાખવુ. ભાઈબંધુઓ સાથે ચાલી રહેલ વિવાદનો ઉકેલ સમય રહેતા કરી લેશો તો સારુ રહેશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link