Weight Loss Food: લટકતી ફાંદ 1 મહિનામાં થઇ જશે અંદર, બસ આ 5 વસ્તુ ખાવાનું કરી દો શરૂ

Sat, 23 Dec 2023-5:37 pm,

લટકતી ફાંદ તમારી પર્સનાલિટીને ખરાબ કરી દે છે. જો તમે ઇચ્છો છો તેને ઓછી કરવી હોય તો તમારે પૌંઆ ખાવા જોઇએ. પૌંઆ ચાવવામાં હલકા હોય છે અને તેને ખાવાથી વારંવાર ભૂખ પણ લાગતી નથી. તેનાથી વજન કંટ્ર્રોલમાં રહે છે. 

ફણગાવેલા મગ સવારના સમયે તમારે ખાવા જોઇએ. તેમાં ફાઇબર, વિટામિન અને ખનીઝ ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી લટકતી ફાંદમાં ખૂબ રાહત મળે છે. ફણગાવેલા મગની ચાટ બનાવીને પણ તમે ખાઇ શકો છો. 

દલિયા તમારે દરરોજ સવારે ખાવા જોઇએ. તેને ખાવાથી તમારું પેટ આખો દિવસ ભરેલું રહે છે. તમે નાસ્તામાં દૂધવાળા દલિયાની સાથે નમકીનવાળા પણ ખાઇ શકે છે. 

વરિયાળીનું પાણી પણ તમે પી શકો છો તેને પીવાથી તમારી વધેલી ફાંદને ઓછી કરી શકાય છે. તેને દરરોજ પીવાથી બેલી ફેટ ઓછી કરવામાં મદદ મળે છે. 

દિવસમાં ઓછામાં ઓછા 7 થી 8 ગ્લાસ પાણી પીવું જોઇએ. પાણીની ઉણપથી પેટ ફૂલવા લાગે છે. તળેલું ખાવાનું ટાળો. બહારનું ખાવાનું બિલકુલ છોડી દેવું જોઇએ. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ, ઘરેલુ નુસખા અને જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link