Weird Festival: આ દેશની સેના દુશ્મન પર કરે છે સંતરા વડે હુમલો, મારી મારીને કરી દે છે હાલત ખરાબ
યુદ્ધનો ઉદ્દેશ્ય સ્થાનિક લોકો અને રોયલ નેપોલિયન સૈનિકો વચ્ચે 12મી સદીના યુદ્ધને ફરીથી રીક્રિએટ કરવાનો છે. સંતરાને પોતાની સાથે રાખનાર લોકોને અરન્સેરી (Aranceri)-જેને ડ્યુકની સેના તરીકે પણ ઓળખવામાં આવે છે.
પગપાળા ચાલતા લોકો ક્રાંતિકારીના રૂપમાં આકર ગાડીઓમાં સવાર અરન્સેરીના વિરૂદ્ધ સંતરા ફેંકે છે. તમને જણાવી દઇએ કે આ કાર્નિવલમાં સંતરાને જૂના હથિયારો અને પથ્થરોનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે, જેને લોકો એકબીજા પર ફેંકે છે.
ઈટાલીમાં આયોજિત આ ફેસ્ટિવલ દેશની સૌથી મોટી ફૂડ ફાઈટમાંથી એક છે, જે દુનિયાભરમાં આયોજિત વિચિત્ર ફેસ્ટિવલની યાદીમાં છે. ઓરેન્જનું યુદ્ધ (કાર્નેવાલે ડી ઇવ્રિયા) એ ઇટાલીમાં સૌથી ક્રેઝી અને સૌથી પ્રતીક્ષિત તહેવારોમાંનો એક છે.
આ રમત એક મધ્યયુગીન પરંપરા છે, જેની સ્થાપના 1808માં થઈ હતી. તે ત્રણ દિવસનો તહેવાર છે. આ રોમાંચક કાર્નિવલ જોવા અને તેમાં જોડાવા માટે વાર્ષિક એક મિલિયનથી વધુ મુલાકાતીઓ Ivera ની મુસાફરી કરે છે.
તે એક આઉટડોર ફેસ્ટિવલ છે જ્યાં દર્શકોને ઇટાલીના ભૂતકાળના સૌથી મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટમાંના એકને ફરીથી જીવંત કરવાની તક મળે છે. આ યુદ્ધ એવા લોકોની કહાની કહે છે જેઓ અત્યાચારી સરકાર સામે બળવો કરી રહ્યા છે. આ તહેવારમાં ટેબ્લો, સંગીત, નૃત્ય પણ થાય છે. ઇટાલી અને યુરોપના ખૂણે ખૂણેથી લોકો અહીં આવે છે.