હાય લા...અહીં લગ્ન કરવા માટે લોકો બીજાની પત્નીની કરે છે ચોરી, કોઈ સજા પણ નહીં
તમને આ જાણીને વિશ્વાસ ન થાય પરંતુ આ સાચુ છે. પશ્ચિમ આફ્રિકામાં એક જનજાતિ છે. જ્યાં લગ્ન કરવા માટે લોકોએ બીજાની પત્નીની ચોરી કરવી પડે છે.
અહીં અમે પશ્ચિમ આફ્રિકાની વોદોબ્બો જનજાતિની વાત કરીએ છીએ. આ પ્રકારના લગ્ન આ જનજાતિની પરંપરાનો ભાગ છે. જ્યાં લોકો બીજાની પત્નીની ચોરી કરીને તેને જીવનસાથી બનાવે છે.
રિપોર્ટ્સ મુજબ આ જનજાતિમાં ઘરવાળાની મરજીથી પહેલા લગ્ન કરાવાય છે. પરંતુ બીજા લગ્નને લઈને રિવાજમાં થોડો ટ્વિસ્ટ છે. જો કોઈએ બીજા લગ્ન કરવા હોય તો તેણ કોઈ અન્ય વ્યક્તિની પત્ની ચોરી કરવી પડે છે. જો તે આમ ન કરી શકે તો બીજા લગ્ન કરવાનો હક મળશે નહીં.
દર વર્ષે આ જનજાતિમાં ગેરેવોલ ફેસ્ટિવલનું આયોજન થાય છે. આ ફેસ્ટિવલમાં છોકરાઓ સજી ધજીને ચહેરા પર રંગ લગાવીને આવે છે. ત્યારબાદ તેઓ એક સામૂહિક આયોજનમાં ભાગ લે છે. જ્યાં કોઈ અન્ય વ્યક્તિની પત્નીની સામે ડાન્સ કરીને તેને આકર્ષિત કરવાનો પ્રયત્ન થાય છે.
પરંતુ આ માટે તેણે ધ્યાન રાખવું પડે છે કે આ અંગે તે મહિલાના પતિને જાણ ન થાય. જો કોઈ પરણિત મહિલા કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષિત થઈને ઘરે ભાગી જાય તો સમુદાયના લોકો તેને શોધે છે અને પછી તેના લગ્ન કરાવી આપે છે. ત્યારબાદ બંનેના લગ્નને લવ મેરેજ તરીકે મંજૂર કરી લેવાય છે.