પ.બંગાળમાં `બુલબુલ`એ મચાવી તબાહી, બ્રિજ તૂટી પડ્યા, સાતના મોત, PHOTOS જોઈને હચમચી જશો
શનિવારે રાતે 8.30 અને 11.30 કલાકની વચ્ચે બુલબુલની એવી અસર જોવા મળી કે સુદરવન ક્ષેત્રના ધાનચી જંગલ પાસે બંગાળના કાંઠાના વિસ્તારોને પાર કરતા તો 3 જિલ્લામાં કોહરામ મચી ગયો.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી જાવેદ ખાને કહ્યું કે 2.73 લાખ લોકો પ્રભાવિત થયા છે. 1.78 લાખ લોકો 471 રાહત શિબિરોમાં શરણ લઈ રહ્યાં છે. બેઘર થયેલા લોકોના ભોજન માટે રાજ્ય સરકાર 373 કમ્યુનિટી કિચન ચલાવી રહી છે.
ખાને જણાવ્યું કે 2470 ઘરને નુકસાન પહોંચ્યું છે. ખાદ્ય અને આપૂર્તિ મંત્રી જ્યોતિપ્રિય મલ્લિકે જણાવ્યું કે તોફાનથી બશીરહાટ ઉપમંડળના ગામ સૌથી વધુ પ્રભાવિત છે. આ ઉપમંડળમાં ઓછામાં ઓછા 3100 ઘર ધ્વસ્ત થયાં.
મલ્લિકે બશીરહાટના બુલબુલ પ્રભાવિત વિસ્તારોનો પ્રવાસ કર્યા બાદ રવિવારે કહ્યું હતું કે સંદેશખાલીની હાલત ખરાબ છે. તેમણે કહ્યું કે ખેતરોમાં પાકને ખુબ નુકસાન થયું છે. સંકટથી બહાર આવવા માટે યુદ્ધસ્તરે અમે કામ કરી રહ્યાં છીએ.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સોમવારે દક્ષિણ 24 પરગણા જિલ્લામાં નામખાના અને બખાલીની આસપાસના વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે. આ વિસ્તાર તોફાન બુલબુલથી ગંભીર રીતે પ્રભાવિત છે. મમતાએ ટ્વીટ કરીને કહ્યું કે તોફાનના કારણે તેમણે આગામી સપ્તાહે ઉત્તર બંગાળનો પોતાનો પ્રવાસ રદ કરવાનો નિર્ણય લીધો છે.
બેનર્જી ત્યારબાદ કાકદ્વીપમાં દક્ષિણ 24 પરગણા જિલ્લા પ્રશાસનની સાથે તોફાન પ્રભાવિત લોકો માટે રાહત અને પુર્નવસનના ઉપાયોની સમીક્ષા કરશે.
બુલબુલ શનિવારે રાતે 8.30 વાગ્યાથી 11.30 વાગ્યાની વચ્ચે સુંદરબન ઘાંચી જંગલ નજીકના બંગાળ તટથી પસાર થયું અને તેણે ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા તથા પૂર્વ મિદનાપુર જિલ્લાઓમાં ભારે તબાહી મચાવી. વાવાજોડાના કારણે અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે. જેમાંથી 5 મોત તો બશીરહાટ પરગણામાં જ થયા છે.