Carbohydrates: આ 5 હાઈ કાર્બ્સ ફૂડ્સથી નહીં થાય Diabetes,મોટાપા પર લાગશે લગામ
કેળા એ એક ખૂબ જ સામાન્ય ફળ છે જે વિશ્વના મોટાભાગના ભાગોમાં ખાવામાં આવે છે, 136 ગ્રામ કેળામાં 31 ગ્રામ કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે, તેમાં પોટેશિયમ પણ ખૂબ જ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે.
ઓટ્સને હંમેશા નાસ્તામાં ખાવામાં આવે છે. કાચા ઓટ્સમાં આશરે 70 ટકા કાર્બોહાઇડ્રેટ હોય છે, સાથે તેમાં ઘણા વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે.
સંતરા એક સાઇટ્રસ ફ્રૂટ છે, જેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જેનાથી ઈમ્યુનિટી બૂસ્ટ કરી શકાય છે. પરંતુ તેમાં કાર્બોહાઈડ્રેટ પણ હોય છે. જો તમે 100 ગ્રામ ઓરેન્જ લેશો તો તેમાં આશરે 15.5 ગ્રામ કાર્બ્સ હશે.
ક્વિનોઆ એક ન્યૂટ્રીશનલ સીડ છે, જેમાં હાઈ કાર્બ્સ હેલ્ધી ફૂડ્સમાં સામેલ કરવામાં આવે છે. પાકેલા ક્વિનોઆમાં આશરે 70 ટકા કાર્બોહાઈડ્રેટ હોય છે. પરંતુ તે પ્રોટીન અને ફાઈબરનો પણ સારો સ્ત્રોત છે.
જમીનની અંદર ઉગતા શક્કરિયા કાર્બ્સનો એક સારો સોર્સ છે, અડધા કપ મેશ્ડ સ્વીટ પોટેટોમાં આશરે 20.7 ગ્રામ કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે. તેને ખાવાથી વિટામિન એ, વિટામિન સી અને પોટેશિયમ મળે છે.
(ડિસ્ક્લેમરઃ સામાન્ય માહિતીને આધારે આ જાણકારી આપવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)