Cobalamin ની ઉણપના લીધે શરીરમાં ઘટવા લાગે છે લોહી, નબળાઇથી બચવા માટે ખાવ આ 5 વસ્તુઓ
ગાયના દૂધમાં લગભગ તમામ પ્રકારના પોષક તત્વો જોવા મળે છે અને તેને સંપૂર્ણ ખોરાક પણ કહેવામાં આવે છે. એક કપ ઓછી ચરબીવાળા ગાયના દૂધમાં 1.2 માઇક્રોગ્રામ કોબાલામીન (Cobalamin) મળી આવે છે. આ સિવાય તમે વિટામિન B12 મેળવવા માટે દહીં અને ચીઝ પણ ખાઈ શકો છો.
ઈંડાને માત્ર સુપરફૂડ જ નથી કહેવામાં આવતું, તે પ્રોટીનનો ભરપૂર સ્ત્રોત છે અને તેમાં વિટામિન B12 પણ જોવા મળે છે. જો તમે બાફેલું ઈંડું ખાશો તો તમને દરરોજની જરૂરિયાતના 25 ટકા કોબાલામીન (Cobalamin) મળશે.
કોબાલામીન કલેજીમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જો તમે એક ઔંસ કલેજી ખાશો તો તમને લગભગ 4.7 માઇક્રોગ્રામ વિટામિન B12 મળશે. આ સિવાય ચિકન બ્રેસ્ટ (Chicken Breast) દ્વારા પણ વિટામિન B12 મેળવી શકાય છે.
જો તમારા શરીરમાં એનિમિયા છે, તો તમે સામાન્ય અનાજને બદલે ફોર્ટિફાઇડ અનાજ (Fortified cereals) ખાઈ શકો છો. ઉદાહરણ તરીકે, આખા ઘઉંના ઓટ્સ વિટામિન B12 થી સમૃદ્ધ છે, અને તેને ખાવાથી તમને આયર્ન, ફોલેટ અને વિટામિન A મળશે.
ચરબીયુક્ત માછલીને તંદુરસ્ત ખોરાકમાં ગણવામાં આવે છે. સારડીન (Sardines), ટુના (Tuna), રેઈન્બો ટ્રાઉટ (Rainbow Trout) અને સૅલ્મોન (Salmon) જેવી માછલીઓમાં વિટામીન B12 પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ, ફોસ્ફરસ અને સેલેનિયમ પણ આપશે.
(Disclaimer: આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતીનો સહારો લીધો છે. તેને અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.)