વાસી મોઢે ખાવો આ ડ્રાય ફ્રુટ્સ, શરીરને મળશે જોરદાર ફાયદા
પિસ્તાનો ગ્લાઇસિમિક ઈન્ડેક્સ ખુબ ઓછો હોય છે, જે બ્લડ સુગર લેવલને ઓછુ રાખવામાં મદદ કરે છે. તેમાં ફેનોલિક કમ્પાઉન્ડ, કેરોટીનોયડ અને એન્ટીઓક્સિડેન્ટ પણ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે પરફેક્ટ ડાયટ બનાવે છે.
પિસ્તામાં ઝેક્સાન્થિન અને લ્યુટીન ભરપૂર માત્રામાં હોય છે, જે તમારી આંખોને વય-સંબંધિત મેક્યુલર ડિજનરેશનથી બચાવવામાં મદદ કરે છે. તે દૃષ્ટિ સુધારે છે અને મોબાઈલ અને લેપટોપના વાદળી પ્રકાશથી આંખોનું રક્ષણ પણ કરે છે.
જે લોકો વજન ઘટાડવા ઈચ્છે છે તેના માટે પિસ્તા એક સારો વિકલ્પ છે. તેમાં હેલ્ધી કેલેરી હોય છે, જો તેનું સીમિત માત્રામાં સેવન કરવામાં આવે તો વજન ઘટાડવામાં મદદ મળશે.
પિસ્તામાં ભરપૂર માત્રામાં ડાઇટરી ફાઇબર હોય છે, જે સારા પાચનતંત્રમાં મદદ કરે છે. તેના સેવનથી કબજીયાત, ગેસ જેવી બીમારીઓમાં રાહત રહેશે.
નિયમિત રીતે પિસ્તા ખાવાથી નસોમાં બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે, જેનાથી બ્લડ પ્રેશર સરળતાથી કંટ્રોલ થઈ શકે છે, તેવામાં હાર્ટ એટેક જેવી બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે.