Nimbu Paani: દિવસની શરૂઆતમાં કેમ પીવું જોઇએ લીંબુ પાણી? જાણી લો આ 5 કારણો
જો તમે પણ તમારી સ્થૂળતા ઘટાડવા ઈચ્છો છો તો તમારા માટે આ સૌથી સરળ ઉપાય છે. રોજ સવારે એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુનો રસ ભેળવીને દિવસમાં ઓછામાં ઓછા બે વાર પીવો અને દર કલાકે એક ગ્લાસ પાણી પીવો. આ તમને ભૂખનો અનુભવ થવા દેશે નહી અને ઓછું ખાવામાં તમને મદદ કરે છે. કારણ કે તમારા શરીરને સંતુલિત રાખવાની સાથે પાણી તમારા પાચનતંત્રને પણ સંતુલિત રાખે છે.
સ્વાસ્થ્ય પર લીંબુ પાણીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે કિડનીની પથરીથી રાહત આપે છે કારણ કે પથરી પેશાબને અવરોધે છે જેનાથી ખૂબ જ દુખાવો થાય છે, આવી સ્થિતિમાં લીંબુ પાણી પીવાથી શરીરને રિહાઈડ્રેટ કરવામાં મદદ મળે છે અને કોઇપણ મુશ્કેલી વિના કિડનીમાંથી પથરી નિકળી જાય છે.
દરરોજ બ્રશ કર્યા પછી પણ થોડા સમય બાદ શ્વાસમાં દુર્ગંધ આવવા લાગે છે. એવામાં ખાલી પેટે લીંબુ પાણીનું સેવન કરવાથી તમને આ સમસ્યાથી છુટકારો મળશે. કારણ કે તેમાં રહેલું વિટામિન સી શ્વાસને તાજું રાખે છે અને મોંમાં રહેલા બેક્ટેરિયાને મારી નાખે છે.
રોજ સવારે લીંબુ પાણી પીવાથી તમારી પાચન શક્તિ વધે છે. તે પેટના રોગો માટે પણ ફાયદાકારક છે, કારણ કે તેમાં ફ્લેવોનોઈડ્સ હોય છે. જે પાચનતંત્રને સારું રાખે છે, સાથે જ એસિડિટીમાં પણ રાહત આપે છે. આ કારણથી જ્યારે પણ પેટ ખરાબ થાય છે ત્યારે લીંબુ પાણી આપવામાં આવે છે.
લીંબુ પાણીને હાઇ શુગરવાળા જ્યૂસ તથા ડ્રિંક્સનો સારો વિકલ્પ માનવામાં આવે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે. કારણ કે બ્લડ શુગર લેવલ (Blood Sugar Level) ને કંટ્રોલ કરીને તે શરીરને રિહાઈડ્રેટ અને એનર્જી આપે છે.
(Disclaimer:પ્રિય વાચક, અમારા આ સમાચાર વાંચવા બદલ તમારો આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો.)