Protein માટે મીટ અને ઇંડા ખાવાની જરૂર નથી, આ 4 ફળ ખાશો તો થઇ જશે કામ

Tue, 03 Oct 2023-9:35 am,

પ્રોટીન માટે વધુ પડતું માંસ ખાવું એ ખતરનાક સોદો હોઈ શકે છે, કારણ કે તે તમને ભરપૂર ફેટ મળે છે જે પેટ અને કમરમાં ચરબી જમા કરી શકે છે. આ માટે તમારે એવા ખોરાકની પસંદગી કરવી પડશે જેમાં ચરબી ન હોય અને તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય. એવામાં આજે અમે તમને એવા ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જામફળ એક ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે જેને સીધું અથવા સલાડના રૂપમાં ખાઈ શકાય છે, તેની મદદથી જ્યુસ અને જેલી પણ તૈયાર કરવામાં આવે છે. તેમાં લાલ અને સફેદ પલ્પ છે, જે ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે. જો તમે 100 ગ્રામ જામફળ ખાશો તો તમને લગભગ 2.6 ગ્રામ પ્રોટીન મળશે.

સદીઓથી મધ્ય પૂર્વના દેશોમાં ખજૂર મુખ્ય ફળ તરીકે ખવાય છે અને ભારતમાં પણ ઉગાડવામાં આવે છે. તેનો સ્વાદ આપણને બધાને આકર્ષે છે. તમે તેને ઘણી રીતે ખાઈ શકો છો. યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (United States Department of Agriculture) ના ડેટા અનુસાર, 100 ગ્રામ ખજૂરમાં 2.45 ગ્રામ પ્રોટીન અને 8 ગ્રામ ફાઈબર હોય છે.

કિસમિસ (Raisins) નો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓમાં થાય છે, તે દ્રાક્ષને સૂકવીને તૈયાર કરવામાં આવે છે, યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અનુસાર, દર 100 ગ્રામ કિસમિસમાં લગભગ 3 ગ્રામ પ્રોટીન હોય છે.

પ્રૂન એ ડ્રાય ફ્રુટ પણ છે જે પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે. તે ડિહાઇડ્રેટિંગ પ્લમ્સ દ્વારા બનાવવામાં આવે છે, તેથી આપણે તેને સૂકા પ્લમ્સ પણ કહીએ છીએ જે ઘણા પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સથી સમૃદ્ધ છે. જો તમે 100 ગ્રામ પ્રુન્સ (Prunes) ખાઓ છો, તો તમને 2.18 ગ્રામ પ્રોટીન સાથે 7 ગ્રામ ડાયેટરી ફાઇબર મળશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link