જૂનના અંતમાં વરસાદ તૂટી પડશે તેવું કહેનારા અંબાલાલ પટેલની ઘાતક આગાહી, જાણો જુલાઈ-ઓગસ્ટ કેવો પડશે વરસાદ

Wed, 28 Jun 2023-3:25 pm,

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જૂનના અંતિમ સપ્તાહમાં વરસાદ તૂટી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવાની સાથે જણાવ્યું છે કે, 8મી જુલાઈ સુધીમાં ગુજરાના મહત્તમ ભાગોમાં વરસાદ થશે. આ દરમિયાન હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે.  

1 જૂને કેરળમાં ચોમાસું બેઠા પછી સામાન્ય રીતે 10-12 જૂને તે મુંબઈમાં અને 15 જૂનની આસપાસ ગુજરાત આવી પહોંચતું હોય છે. પરંતુ આ વખતે વાવાઝોડાના કારણે કેરળમાં 8મી જૂને ચોમાસું પહોંચ્યું અને તે પછી દક્ષિણ ભારતમાં જાણે સિસ્ટમ ચોંટી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સિસ્ટમ મુંબઈ પહોંચે તે પછી તેના વિશે ગુજરાતની આગાહી કરવામાં આવી શકે છે.

ઓગસ્ટ મહિના અંગે અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં તાપી નદીના જળસ્તરમાં વધારો થશે, હળવો વરસાદ થશે. જુલાઈના અંતમાં તથા ઓગસ્ટની શરુઆતમાં વિષમ હવામાનની વિપરિત અસર રહેવાની શક્યતાઓ છે. જોકે અંબાલાલ પટેલે આ વર્ષે કાતરા નામની જીવાત થવાની પણ આગાહી કરી છે.

અંબાલાલ પટેલે ઓગસ્ટના વરસાદ વિશે વાત કરતાં જણાવ્યું છે કે, 17 ઓગસ્ટ પછી વરસાદમાં ઘટાડો થશે પરંતુ 23 ઓગસ્ટ પછી તેમાં વધારે ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે. જોકે, આ પછી પાછોતરો વરસાદ સારો થવાની શક્યતાઓ રહેલી છે. ઓક્ટોબર માસ અંગે વાત કરીને તેમણે કહ્યું કે દરિયામાં ભારે પવન ફૂંકાશે. નવેમ્બરથી ફરી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા સર્કિય થતા જોવા મળશે. ઓગસ્ટ માસનો થોડો ભાગ બાદ કરતા ચોમાસું સારું રહેશે. 

અંબાલાલ પટેલ કહે છે કે, ગુજરાતના ભાગોમાં ચોમાસું 101 ટકા જેવું રહેવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું 104% કે તેનાથી ઉપર જવાની શક્યતાઓ છે. તેમણે હિંદ મહાસાગરનું વાતાવરણ સાનુકૂળ રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link