કોણ છે WWE ના માલિક?, Vince McMahon કેટલી સંપત્તિના છે માલિક?
Vince McMahonને અનેક વખત રિંગમાં ઉતરતા જોયા છે, તેઓ મોટા મોટા રેસલર્સ સામે ફાઈટ કરતા જોવા મળ્યા છે. કેટલાક શો પણ તેમણે ખુદ હોસ્ટ કર્યા છે અને દર્શકોની વચ્ચે ઘણા જ પોપ્યુલર રહ્યા છે. Vince McMahon સાથે જોડાયેલી કેટલીક વાતો અમે આપને જણાવીશું.
Vince McMahonનું આખુ નામ Vincent Kennedy McMahon Jr છે. તેમનો જન્મ અમેરિકાના નોર્થ કૈરોલિનામાં 24 ઓગસ્ટ 1945માં થયો હતો. Vince McMahonને જ રેસલિંગને સંપૂર્ણ રીતે કોમર્શિયલ બનાવવાનો, એડ વર્લ્ડમાં એન્ટ્રી કરાવવાનો શ્રેય જાય છે. Vince McMahonને ટીવીની દુનિયામાં WWEને એવી રીતે વેચ્યું કે તે એ મોટું એન્ટરટેનમેન્ટ બની ગયું.
Vince McMahonના પિતા પણ કુસ્તીના પ્રમોટર રહ્યા છે અને 1970થી તેમણે કુસ્તીના વ્યવસાયમાં એન્ટ્રી લીધી હતી. પ્રથમ વર્લ્ડ રેસલિંગ ફેડરેશન WWFની રચના કરવામાં આવી હતી, જે 1979થી 2022 સુધી ચાલ્યું. ત્યારબાદ તેને WWE એટલે કે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ બનાવવામાં આવ્યું, જે હજુ પણ સુપરહિટ છે.
Vince McMahonને રેસલિંગમાં સ્ટાર્સ, મ્યુઝિક, સ્ક્રિપ્ટેડ ફાઈટ, મોડલ્સને લાવવાનું કામ કર્યું. જેના કારણે યુવાનો આ શો ખુબ જ હીટ સાબિત થવા લાગ્યો. 1990ની આસપાસ Vince McMahonને ઘણા ગંભીર આરોપોનો પણ સામનો કરવો પડ્યો અને WWF ઘણા વિવાદમાં રહ્યું હતું. તેમ છતાં પણ Vince McMahon પોતાના આ બિઝનેસને આગળ વધારતા રહ્યા.
Vince McMahonને WWEને એટલું મોટું બનાવ્યું કે હાલ તે 150 દેશોમાં પ્રસારિત થાય છે, WWE લગભગ 30 ભાષાઓમાં જોવા અને સાંભળવામાં આવે છે. WWEના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થતા રહે છે, ઘણા રેસલર્સ આજે મોટા સુપરસ્ટાર બની ગયા છે.
ફોર્બ્સની યાદી અનુસાર Vince McMahon 2.4 બિલિયન ડૉલરની સંપત્તિના માલિક છે. વિશ્વના અમીરોની યાદીમાં Vince McMahon 1248મા નંબરે આવે છે. Vince McMahonના બે બાળકો છે, શેન મેકમોહન અને સ્ટેફની મેકમોહન, આ બન્ને હાલ WWE સાથે સંકળાયેલા છે. WWEનો સુપરસ્ટાર ટ્રિપલ-એચ Vince McMahonનો જમાઈ છે.