નેટવર્ક માટે લાગતા G નો શું છે મતલબ, 2G, 3G, 4G, 5G એટલે શું, કોની કેટલી સ્પીડ હોય?
વાયરલેસ ફોનની શરૂઆત 1Gથી થઈ હતી. આ પ્રકારના ફોનમાં એનલોગ સિગ્નલનો ઉપયોગ થતો હતો. આ ટેક્નોલોજી સૌથી પહેલાં 1980માં માર્કેટમાં આવી હતી. જેની સ્પીડ લીમીટ 2.4 kbps હતી. જેને સૌથી પહેલાં અમેરિકામાં લોન્ચ કરવામાં આવી હતી. આ ફોનમાં બેટરી ખુબ ઓછી ચાલતી હતી. અને ખરાબ ઓડિયો કોલેટીની સાથે સિક્યોરિટી પણ ખુબ ઓછી હતી.
1991માં 2G શરૂ કરવામાં આવ્યું. જેમાં ડિજિટલ સિગ્નલ વાપરવામાં આવ્યું હતું. તેની સ્પીડ 64 kbps હતી. જેને સૌથી પહેલાં ફીનલેન્ડમાં લોંચ કરવામાં આવી હતી. 2જી ટેક્નોલોજીથી ફોનથી મેસેજ મોકલવા, કેમરા અને ઈમેલની શરૂઆત થઈ હતી. જેમાં લોકોને તેમાંથી ડાઉનલોડ કરવું સહેલું લાગતું અને ફાવતું હતું.
વર્ષ 2000થી શરૂ થનાર 3Gથી ટેલિકોમ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાઈ. મોબાઈલની ડિઝાઈન બદલાવાની સાથે હેવી ગેમ રમવી, વીડિયો કોલ કરવા અનો ફોનલ કોલની ઓડિયો કોલિટી સહિત બેટરી બેકમાં પણ વધારો થયો. સ્માર્ટ ફોનની સાથે આ યુગમાં ડેટા પ્લાનની પણ શરૂઆત થઈ હતી. પરંતુ 3જીની પણ કેટલીક ખામીઓ હતી. આનો ડેટા પેક ખૂબ જ મોઘું હતું. સાથે અન્યની સરખામણીએ 3જી ફોન પર મોંઘા આવતા હતા.
4G નેટવર્કની વર્ષ 2011માં માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેનાથી લોકોને હાઈસ્પીડ ઈન્ટરનેટ વાપરવા મળ્યું. બાકી બધી જનરેશન કરતા 4જીમાં વધુ ડાઊનલોડની સ્પીડ મળી. 4જીના આગમનથી મલ્ટીમીડિયાની દુનિયાની વિકસી. ખરાબ નેટવર્કમાં પણ 4જીની સ્પીટ 54kbps સ્પીડ જોવા મળે છે. શરૂઆતના તબક્કામાં 4જી પ્લાન ખુબ જ મોંઘા હતા. પરંતુ તે ધીરે ધીરે સામાન્ય માણસ સુધી પહોંચી ગયા. અને અત્યારે તો અગાઉ 2જી અને 3જીના પ્લાન હતા તેનાથી પણ સસ્તા પેકેજ મળી રહ્યા છે.
મોટાભાગે હાલ તો 4જી નેટવર્ક જ વપરાય છે. પરંતુ કેટલાક દેશમાં 5જીની શરૂઆત થઈ ચૂકી છે. ભારતમાં પણ હવે ધીરે ધીરે 5જી ફોનનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે 5જી ટેક્નોલોજી ખૂબ જ સુપરફાસ્ટ હશે. અને વીડિઓ અને ઓડિયોની કોલિટી ખુબ જ સારી અને સિક્યોરી પણ વધારે હશે.