એક ટિકિટ પર 56 દિવસ સુધી કરી શકો છો મુસાફરી, જાણો શું છે રેલવેની સર્કુલર જર્ની ટિકીટ
What is Indian Railways Circular Ticket: 67368 કિલોમીટર લાંબા રેલ્વે ટ્રેક પર જો કોઈ રેસ લગાવે તો તે પૃથ્વીના દોઢ ફેરા બરાબર હશે. દરરોજ 2 કરોડથી વધુ લોકોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચાડનાર રેલવે હજારો ટ્રેનોની સાથે નોન-સ્ટોપ દોડી રહી છે. મુસાફરીને અનુકૂળ બનાવવા માટે રેલવે નવા ફેરફારો કરે છે. ભારતની લાઈફલાઈન તરીકે જાણીતી રેલવેમાં તમે ટિકિટ બુક કરીને મુસાફરી કરી શકો છો. રેલવે વિવિધ પ્રકારની ટિકિટ બુકિંગ સુવિધાઓ પૂરી પાડે છે. આરક્ષણ, જનરલ, તત્કાલ, કરંટ ટિકિટ જેવી ઘણી ટિકિટ બુકિંગ સુવિધાઓ છે...સામાન્ય રીતે ટિકિટની વેલિડિટી એક દિવસની હોય છે, રિઝર્વેશન ટિકિટ ત્યાં સુધી માન્ય હોય છે જ્યાં સુધી ટ્રેન તેના ગંતવ્ય સ્થાને ન પહોંચે, પરંતુ શું તમે એવી ટ્રેન ટિકિટો વિશે જાણો છો જ્યાં તમે એક ટિકિટ પર 56 દિવસ સુધી રહી શકો છો?
બહુ ઓછા લોકો રેલવેની આ સુવિધા વિશે જાણતા હશે. ભારતીય રેલવે મુસાફરો માટે એવી ટિકીટ જાહેર કરી છે, જેમાં તમે એક ટિકીટ પર 56 દિવસો સુધી મુસાફરી કરી શકો છો. એક ટિકીટ જ 56 દિવસો સુધી માન્ય રહેશે, તમારે વારંવાર ટિકીટ ખરીદવાની મગજમારી રહેશે નહીં. આ સુવિધાને સર્કુલર સુવિધાના નામથી ઓળખાય છે, જેમાં મુસાફર અલગ અલગ રૂટ પર કોઈ રોકટોક વગર 56 દિવસો સુધી ટ્રેનથી મુસાફરી કરી શકે છે.
જો તમારે ઘણા સ્થળોની મુસાફરી કરવી હોય અથવા ઘણા તીર્થસ્થળોની મુલાકાત લેવાની યોજના હોય, તો તમે સર્કુલર ટિકીટ લઈ શકો છો. આ માટે તમારે રેલવેમાંથી કન્ફર્મ ટિકિટ ખરીદવી પડશે. ટિકિટ સર્ક્યુલર મુસાફરી માટે હોવી જોઈએ, જેના પછી તમે 56 દિવસ સુધી ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. કોઈપણ, કોઈ પણ ક્લાસના કોચ માટે સર્કુલર ટિકીટ ખરીદી શકો છો. આ ટિકિટ પર વધુમાં વધુ 8 સ્ટોપેજ હોઈ શકે છે.
સર્કુલર જર્ની ટિકીટ મારફતે તમે 56 દિવસો સુધી એક ટિકીટ પર મુસાફરી કરી શકો છો. આ ટિકીટની સાથે તમારે એક ટિકીટ પર 8 અલગ અલગ સ્ટેશનોથી સફ કરવાની આઝાદી મળે છે. તમે આ દરમિયાન ઘણી ટ્રેનોમાં સફર કરી શકો છો. કોઈ પણ ટ્રેનમાં સફર કરવા માટે તમારે અલગ અલગ સ્ટેશથી ટિકીટ લેવાની જરૂર પડશે નહીં.
જો તમે સર્કુલર જર્ની ટિકીટ ખરીદવા માંગો છો તો તમારા માટે તમારે ઝોનલ રેલવેને પહેલા અરજી કરવાની રહેશે. તમે ટિકીટ કાઉન્ટર અથવા તો પછી IRCTCની વેબસાઈટ પરથી આ ટિકીટ બુક કરાવી શકશો નહીં. ઝોનલ રેલવેને તમારે તમારી મુસાફરીની જાણકારી આપવાની રહેશે. ત્યારબાદ ત્યાંથી તમને સ્ટેન્ડર્ડ સર્કુલર યાત્રા ટિકીટ આપવામાં આવશે.
સર્કુલર જર્ની ટિકીટથી તમારો સમય અને પૈસા બન્ને બચે છે. અલગ અલગ સ્ટેશનો પર ટિકીટ લેવી તમને મોંઘી પડી શકે છે અને સમયની પણ બર્બાદી થાય છે. આ કારણથી પણ સર્કુલર યાત્રા ટિકીટ સસ્તી પડે છે. આ ટિકીટનું ભાડું ટેલિસ્કોપિક દર પર નિર્ધારિત કરવામાં આવે છે, એટલે કે તમે ક્યા ક્યા મુસાફરી કરશો તે આધાર પર ભાડું નક્કી કરવામાં આવશે.
સર્કુલર યાત્રા ટિકીટ મુસાફરને વધારાનો ખર્ચ ઓછો કરે છે. સાથે મુસાફરી દરમિયાન અલગ અલગ ટિકીટ બુકિંગમાં લાગનાર સમય પણ બચાવે છે. દરેક જગ્યાએ ટ્રેન ટિકીટ બુક કરવાની સમસ્યાને ખતમ કરે છે.