શું છે જમ્મુ-કાશ્મીરનું 150 વર્ષ જૂનું ‘દરબાર મુવ’, જેને કારણે દર 6 મહિને બદલાય છે રાજધાની
રાજધાની બદલવાની આ પરંપરા 1862માં ડોગરા શાસક ગુલાબ સિંહે શરૂ કરી હતી. ગુલાબ સિંહ મહારાજા હરી સિંહના વંશજ હતા, જેમના સમયથી જ જમ્મુ-કાશ્મીર ભારતનું અંગ બન્યું હતું. હકીકતમાં ઠંડીની સીઝમાં શ્રીનગરમાં અસહનીય ઠંડી પડે છે. તો ગરમીમાં જમ્મુની ગરમી બહુ જ તકલીફદાયક હોય છે. તેને જોતા ગુલાબ સિંહે ગરમીના દિવસોમાં શ્રીનગર અને ઠંડીના દિવસોમાં જમ્મુને રાજધાની બનાવવાનું શરૂ કર્યું હતું. રાજધાની શિફ્ટ કરવાની આ પ્રોસેસ બહુ જ જટિલ તથા ખર્ચીલી હોય છે. આ કારણે તેનો અનેકવાર વિરોધ પણ કરાયો છે. દર વર્ષે રાજધાની શિફ્ટ કરવામાં અંદાજે 110 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આજે પણ આ પ્રથા ચાલુ જ છે.
અનેકવાર જમ્મુને કાશ્મીરની સ્થાયી રાજધાની બનાવવાની માંગ ઉઠી છે. કારણ કે, ત્યાં તાપમાન સામાન્ય રહે છે. ગરમીના દિવસોમાં અહીં કોઈ ખાસ્સો ફરક પડતો નથી. પરંતુ રાજનીતિક કારણોથી આવું શક્ય બની નથી રહ્યું. શંકા છે કે, જમ્મુને સ્થાયી રાજધાની બનાવવાની સ્થિતિમાં કાશ્મીર ઘાટીમાં ખોટો સંદેશ જશે. લોકોમાં એવો મેસેજ જશે કે, કાશ્મીર ઘાટી પર જમ્મુના નિયંત્રણ માટે આવું કરવામાં આવ્યું છે અને તેની આડમાં કેન્દ્ર સરકાર પોતાના હસ્તક્ષેપ વધારવા માગે છે. તેનાથી શ્રીનગરની તણાવવાળી સ્થિતિ વધુ બગડે તેવી શક્યતા છે.
હાલ રાજધાનીને જમ્મુ લઈ જવાની પ્રોસેસ ચાલી રહી છે. સિવિલ સચિવાલયના તમામ વિભાગો સહિત કુલ 55 કાર્યાલય અને વિભાગો સહિત બધુ જ શિફ્ટ થઈ જશે. અન્ય 53 કાર્યલય આંશિક રીતે શિફ્ટ થઈ જશે. જમ્મુ-કાશ્મી હાઈકોર્ટ પણ શ્રીનગરથી જમ્મુ શિફ્ટ થઈ જશે. આ વર્ષે 5 નવેમ્બરથી રાજધાની જમ્મુથી કામ કરવાનું શરુ કરી દેશે, અને એપ્રિલ અંત સુધી ત્યાં રોકાશે. બાદમાં મે મહિનામાં શ્રીનગરમાં પરત ફરશે.
સેંકડો ટ્રકોમાં ઓફિસનું ફર્નિચર, ફાઈલ, કમ્પ્યૂટર અને અન્ય રેકોર્ડસ શિફ્ટ કરવામાં આવે છે. બસોમાં સરકારી કર્મચારીઓને શિફ્ટ કરાય છે. આ વર્ષે 5 નવેમ્બર જમ્મુનો દરબાર સજવા માટે તૈયાર થઈ રહ્યો છે. હાલ શહેરમાં જગ્યા જગ્યાએ રસ્તાનું સમારકામ તથા સજાવટનું કામ ચાલી રહ્યું છે. એટુલં જ નહિ, જમ્મુ શહેરમાં દરબારને આવવાની સાથે સુંદર ચિત્રો બનાવાયા છે. દરબાર મુવ પહેલા સતવારીથી લઈને સચિવાલય અને રાજભવન સુધીના રસ્તા પર તારકોલ નાખવામાં આવી રહ્યો છે. જમ્મુનું બ્યુટીફિકેશન કરવામાં આવી રહ્યું છે.