શું તમને ખબર છે બેટરીમાં શું હોય છે mAh નો અર્થ? આજે જ જાણી લો

Wed, 24 Jul 2024-10:32 pm,

સ્માર્ટફોન ખરીદવા સમયે લોકો તેના સ્પેસિફિકેશન્સ પર ખાસ ધ્યાન આપે છે, જેમ કે ફોન 5જી છે કે નહીં, ફોનની સ્ક્રીન સાઇઝ કેટલી છે. તે ફોનમાં કયું પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનની રેમ અને સ્ટોરેજ કેટલું છે. ફોનનો કેમેરો કેવો છે વગેરે... 

 

આ સાથે સ્માર્ટફોન ખરીદવા સમયે લોકો તેની બેટરી પર ખાસ ધ્યાન આપે છે, કે તેની બેટરી કેટલા mAh ની છે. સામાન્ય રીતે સ્માર્ટફોનની બેટરી  4,000 mAh, 5,000mAh અને 6,000 mAh ની હોય છે.

 

સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ સારા બેટરી બેકઅપનો દાવો કરે છે. લોકોને સારો બેટરી બેકઅપ ધરાવતો ફોન પણ ગમે છે જેથી તેમને વારંવાર ચાર્જ ન કરવો પડે પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે mAh એટલે શું?

mAh નું ફુલફોર્મ milliampere-hour  છે. આમાં A એટલે એમ્પીયર, H એટલે કલાક અને m એટલે મિલી. આ ગણિતનું મૂળભૂત સૂત્ર છે, જેનો ઉપયોગ સ્માર્ટફોનની બેટરીની શક્તિને દર્શાવવા માટે થાય છે.

બેટરીના પાવરને AH માં દર્શાવવામાં આવે છે. તેમાં AH નો મતલબ Ampere hour હોય છે. A નો મતલબ Ampere, જે  કરંટનો યુનિટ હોય છે અને H નો અર્થ hour,જે સમયનો યુનિટ હોય છે. mAh એક યુનિટ છે જે સમયની સાથે એનર્જી પાવરને માપવા માટે ઉપયોગ કરવામાં આવે છે. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link