Mucormycosis: જાણો ક્યા પ્રકારે હુમલો કરે છે બ્લેક ફંગસ, સરકારે જણાવ્યા લક્ષણ અને બચવાના ઉપાય

Sat, 15 May 2021-5:21 pm,

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ટ્વીટ કરી બ્લેક ફંગસ વિશે જાણકારી આપી અને જણાવ્યું કે, આખરે આ બીમારી શું છે, ક્યા લોકો માટે ખતરો વધુ છે. બ્લેક ફંગસના લક્ષણ શું છે અને બીમારીથી બચવા માટે શું કરવું જોઈએ શું નહીં. સ્વાસ્થ્ય મંત્રી પ્રમાણે જો લોકોમાં આ બીમારી વિશે જાગરૂકતા હોય અને શરૂઆતમાં લક્ષણોની ઓળખ કરી લેવામાં આવે તો બીમારીથી થતા મોતને રોકી શકાય છે. 

બ્લેક ફંગસ એક એવું ફંગલ ઇન્ફેક્શન છે જે કોરોના વાયરસને કારણે શરીરમાં ટ્રિગર થાય છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) પ્રમાણે બ્લેક ફંગસ એક દુર્લભ બીમારી છે, જે શરીરમાં ખુબ ઝડપી ફેલાય છે અને તે તેવા લોકોમાં વધુ જોવા મળી રહી છે જે કોરોના વાયરસથી સંક્રમિત થતા પહેલા કોઈ અન્ય બીમારીનો શિકાર હતા અથવા જેની ઇમ્યુનિટી ખુબ નબળી છે.  pic credit: @drharshvardhan twitter

 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ટ્વીટ કરી જણાવ્યુ કે, આખરે ક્યા લોકોને બ્લેક ફંગસ થવાનો ખતરો વધુ છે. સ્વાસ્થ્ય મંત્રી પ્રમાણે જે લોકોને ડાયાબિટીસની બીમારી છે અને જેનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં નથી રહેતું, જે લોકો સ્ટેરોયડ લે છે અને તેના કારણે તેની ઇમ્યુનિટી નબળી પડે છે, તેવા લોકો જે કોરોના સંક્રમણને કારણે લાંબા સમય સુધી આઈસીયૂ કે હોસ્પિટલમાં દાખલ રહે છે, તેવા લોકો જેના અંગ પ્રત્યારોપણ થયું છે કે પછી કોઈ અન્ય ગંભીર ઇન્ફેક્શન થયું છે- તેવા લોકોમાં બ્લેક ફંગસ થવાનો ખતરો વધુ હોય છે.

pic credit: @drharshvardhan twitter  

pic credit: @drharshvardhan twitter

બ્લેક ફંગસના લક્ષણો પર સમય રહેતા ધ્યાન આપવામાં આવે તો દર્દીનો જીવ બચાવી શકાય છે.  -આંખો કે આંખોની આસપાસ લાલાસ આવવુ દુખાવો થવો.

-વારંવાર તાવ આવવો

- માથામાં ખુબ દુખાવો

- છીંક અને શ્વાસ લેવામાં મુશ્કેલી થવી

- માનસિક સ્થિતિમાં ફેરફાર થવો.

pic credit: @drharshvardhan twitter

શું કરવું ખુબ જરૂરી છે કે દર્દી હાઇપરગ્લાઇસીમિયાથી બચે એટલે કે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે. કોરોનાથી સાજા થયા બાદ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ઘરે આવ્યા બાદ સતત ગ્લૂકોમીટરની મદદથી પોતાના બ્લડ ગ્લૂકોઝના લેવલને મોનિટર કરવું જરૂરી છે. સ્ટેરોયડનો વધુ ઉપયોગ ન કરો અને યોગ્ય ડોઝ અને સમય અંતરની જાણકારી હોવી જોઈએ. સાથે એન્ટીબાયોટિક્સ અને એન્ટી ફંગલ દવાનો પણ યોગ્ય ઉપયોગ કરો. ઓક્સિજન થેરેપી દરમિયાન હ્યૂમીડિફાયર માટે સાફ અને જંતુ રહીત પાણીનો ઉપયોગ કરો. 

શું ન કરો બીમારીના સંકેત અને લક્ષણોને નજરઅંદાજ ન કરો. નાક બંધ થવાની સમસ્યાને દર વખતે સાઇનસ સમજવાની ભૂલ ન કરો. ખાસ કરીને જે કોરોનાના દર્દી છે. જો જરા પણ શંકા હોય તો તપાસ કરાવો. મ્યુકોરમાયકોસિસ કે બ્લેક ફંગસની સારવારમાં વિલંબ થતા દર્દીનો જીવ જઈ શકે છે. શરૂઆતમાં લક્ષણોની જાણકારી મળતા જ સારવાર જરૂરી છે. 

pic credit: @drharshvardhan twitter

તમને જણાવી દઈએ કે બ્લેક ફંગસ કોવિડ સંક્રમણથી રિકવર થઈ ચુકેલા દર્દીઓની ન માત્ર આંખોની રોશની છીનવી રહી છે, પરંતુ આ ફંગસ ત્વચા, નાક અને દાંતની સાથે જડબાને નુકસાન પહોંચાડે છે. નાકના રસ્તે તે ફેફસા અને મસ્તિષ્કમાં પહોંચીને દર્દીનો જીવ લે છે. આ એટલી ગંભીર બીમારી છે કે દર્દીને સીધા આઈસીયૂમાં દાખલ કરવાની જરૂર પડે છે. જેથી સમય રહેતા લક્ષણોની જાણકારી મેળવવી ખુબ જરૂરી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link