Ajit Doval : મોદીના અતિ વિશ્વાસુ સલાહકાર અજીત ડોભાલનો કેટલો છે પગાર, ક્યાંથી કર્યો છે અભ્યાસ
તો ચાલો જાણીએ કે પાકિસ્તાનને એક સમયે ચકમો આપનાર અજીત ડોભાલે ક્યાંથી અભ્યાસ કર્યો છે અને તેમની પાસે કઈ ડિગ્રી છે.
અજિત ડોભાલની ગણતરી દેશના સૌથી તેજ તર્રાર અને અનુભવી અધિકારીઓમાં થાય છે. જેઓ પીએમ નરેન્દ્ર મોદીના નજીકના અને વિશ્વાસુ પણ છે.
ભૂતપૂર્વ ભારતીય ગુપ્તચર વિભાગના અધિકારી રહી ચૂકેલા અજીત કુમાર ડોભાલ એક નિવૃત્ત IPS અધિકારી છે અને 1968 બેચના અધિકારી છે.
30 મે, 2014 થી અજીત ડોભાલ પીએમના 5મા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે.
રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS) તેમજ બાહ્ય સુરક્ષાના સંચાલનની અજીત ડોભાલ પાસે જવાબદારી છે.
એકદમ શાર્પ ઓફિસર તરીકે કામ કરતા અજીત ડોભાલ 79 વર્ષના છે. તેમનો જન્મ 20 જાન્યુઆરી 1945ના રોજ થયો હતો.
NSA અજીત ડોભાલે તેમનો પ્રારંભિક અભ્યાસ રાજસ્થાનના અજમેરમાં અજમેર મિલિટરી સ્કૂલમાંથી કર્યો હતો અને વર્ષ 1967માં આગરા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયા હતા.
ડોભાલ જાન્યુઆરી 2005માં ઈન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા હતા. ડોભાલે ઘણા અગ્રણી અખબારો અને સામયિકો માટે સંપાદકીય લેખો પણ લખ્યા છે.
ડોભાલને પોલીસ મેડલ, રાષ્ટ્રપતિ પોલીસ મેડલ તેમજ સર્વોચ્ચ શૌર્ય પુરસ્કાર અને કીર્તિ ચક્ર જેવા ઘણા પુરસ્કારો મળ્યા છે.
પીએમ ઓફિસની વેબસાઈટ પર ડેટા છે જે મુજબ NSA અજીત ડોભાલને પે લેવલ 18 મુજબ 2.5 લાખ રૂપિયા પગાર મળે છે. આ રીતે તેઓ સૌથી વધુ પગાર મેળવનારા IPS અધિકારી છે.
આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. zee24 kalak સમર્થન આપતું નથી અને આ માહિતી માટે સમર્થન કે જવાબદારીનો દાવો પણ કરતું નથી.