Hackers ઉઠાવી રહ્યાં છે કમજોરીનો લાભ, આ રીતે તમારું WhatsApp Account કોઈપણ કરાવી શકે છે બંધ

Wed, 14 Apr 2021-10:39 am,

અમારી સહિયોગી વેબસાઈટ brg.in મુજબ હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતોકે, WhatsApp સિક્યોરિટી સિસ્ટમની નબળાઈનો લાભ લઈને કોઈનું પણ અકાઉંટ બંધ કરાવી શકાય છે.

 

 

સિક્યોરિટી રિસર્ચર Luis Márquez Carpintero અને Ernesto Canales Pereña એ પોતાના નવા સંશોધનમાં દાવો કર્યો છેકે, WhatsApp ની કેટલીક સિસ્ટમ ખુબ જ નબળી છે. જેનો ફાયદો ઉઠાવીને કોઈનું પણ અકાઉંટ બંધ કરાવી શકાય છે.

 

 

 

એક રિપોર્ટ મુજબ સાઈબર હમલાવર સૌથી પહેલાં કોઈપણ મોબાઈલમાં WhatsApp એક્સેસ કરવા માટે પોતાનો મોબાઈલ નંબર નાંખે છે. સ્વભાવિક છેકે, તેનો કોડ અસલી યૂઝરની પાસે જ હોય છે. હેકર જાણી જોઈને ખોટો કોડ નાંખે છે. 3 વાર ખોટો કોડ નાંખવાથી તમારું WhatsApp અકાઉંટ 12 કલાક માટે બ્લોક થઈ જાય છે.

 

 

એક વાર 12 કલાક સુધી WhatsApp અકાઉંટ બ્લોક થયા બાદ હેકર કે સોશિયલ મીડિયાનો એક પ્રકારનો હમલાવર ચાલાકીથી એક ફેક ઈમેલ આડી બનાવીને support@whatsapp.com ને મેઈલ કરે છે. કે મારો મોબાઈલ ચોરી થઈ ગયો છે. એક કારણે નંબર બંધ બતાવે છે. સાથે જ કંપનીને રિક્વેસ્ટ કરવામાં આવે છેકે, મારું વ્હોટ્સએપ અકાઉંટ હાલની સ્થિતિમાં બંધ કરવામાં આવે.

 

 

 

રિસર્ચરનો દાવો છેકે, WhatsApp પાસે ક્રોસ ચેક કરવાનું કોઈપણ ટૂલ નથી. માત્ર ઈમેલ પર જ ભરોસો કરીને  WhatsApp ટીમ અકાઉંટને ડિએક્ટિવેટ કરી દે છે.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link