તમારો ચહેરો જોઇને ખુલશે WhatsApp ની ચેટ, હવે ટેન્શન વિના ગમે તેને આપી દો ફોન
ઘણીવાર એવી સ્થિતિ આવી જાય છે જ્યારે આપણે આપણો સ્માર્ટફોન કોઇ મિત્ર અથવા પરિવારના સભ્યને આપવો પડે છે. પછી ભલે તે કોલ કરવા માટે આપવો પડે, અથવા ફોટો ક્લિક કરવા માટે. પરંતુ ટેન્શન ત્યારે વધી જાય છે જ્યારે સામેવાળા તમારી પર્સનલ વોટ્સએપ ચેટ ખોલીને વાંચવા લાગે છે.
જો તમારી સાથે પણ મોટાભાગે આવું થતું રહે છે તો વોટ્સએપ (WhatsApp) ની આ ટ્રિક તમારા ખૂબ કામ લાગશે. આ ટ્રિકને અજમાવ્યા બાદ તમે ટેંશન ફ્રી થઇને કોઇને પણ પોતાનો ફોન આપી શકો છો. પછી ચાહીને પણ કોઇ તમારી વોટ્સએપ (WhatsApp) ચેટ વાંચી શકશે નહી અને હારી થાકીને તમારો ફોન પરત કરી દેશે.
વોટ્સએપ (WhatsApp) ની આટ્રિકનો ફાયદો ફક્ત આઇફોન (iPhone) યૂઝર્સ જ ઉઠાવી શકશે. જોકે વોટ્સએપના આઇઓએસ 9 અને ત્યારબાદના તમામ વર્જન એક એડિશનલ સિક્યોરિટી ફીચર સાથે આવે છે. જે વોટ્સએપ (WhatsApp) અનલોક માટે ટચ આઇડી અથવા ફેસ આડીને ઇનેબલ કરવાની પરવાનગી આપે છે. પરંતુ જો તમે ત્યારે પણ આ ફીચરને એક્સેસ કરતા નથી તો ચાલે અમે તમને તેના વિશે જણાવીએ.
સૌથી ખાસ વાત એ છે કે ફેસ આઇડી અથવા ટચ આઇડી ઓન થયા બાદ, તમે નોટિફિકેશનથી મેસેજનો જવાબ આપી શકો છો, અને વોટ્સએપ લોક હોવાછતાં કોલ રિસિવ પણ કરી શકો છો. ચાલો જાણીએ આઇફોન માટે વોટ્સએપ (WhatsApp) માં આઇડી અથવા ફેસ આઇડીને કેવી રીતે ઇનેબલ કરવામાં આવે છે.
સૌથી પહેલાં 'વોટ્સએપ સેટિંગ' પર જાવ. પછી 'એકાઉન્ટ પર ટેપ કરો. અહીં તમને 'પ્રાઇવેસી' નું ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો અને 'સ્ક્રીન લોક' પર ટેપ કરો. હવે 'ટચ આઇડી અથવા ફેસ આઇડી' જેની પણ જરૂર હોય તેને ઓન કરો. પછી ટચ આઇડી અથવા ફેસ આઇડી પૂછવામાં આવશે.
સૌથી પહેલાં તમારા 'વોટ્સએપ સેટિંગ્સ' માં જવું પડશે. પછી, 'એકાઉન્ટ' પર ટેપ કરો. ત્યારબાદ 'પ્રાઇવેસી'નું ઓપ્શન સિલેક્ટ કરો અને 'સ્ક્રીન લોક' પર ટેપ કરો. છેલ્લે 'ટચ આઇડી અથવા ફેસ આઇડી' જેને પણ ઓફ કરવા માંગો છો તેને બંધ કરો. ધ્યાન આપજો કે જો તમારા ફોનમાં ટચ અથવા ફેસ આઇડી નથી, અથવા ખરાબ છે, તો તમે તમારા આઇફોન પાસકોડને પણ નાખી શકો છો.