WhatsApp પર ચેટિંગનો બદલાશે અંદાજ, ઉમેરાશે આ શાનદાર ફીચર્સ

Sun, 14 Mar 2021-8:29 pm,

વોટ્સએપ (WhatsApp) ના દરેક અપડેટ્સ પર સ્ટડી કરનાર સાઇટ WaBetaInfo ના અનુસાર વોટ્સએપને થર્ડ પાર્ટી એનિમેટેડ સ્ટિકર પેક્સ (Animated Sticker Packs) ની પરવાનગી મળી ગઇ છે. જેના લીધે સ્ટિકર પેક્સને રિયલ ટાઇમ વોટ્સએપમાં યૂઝ કરી શકાશે. 

હાલ અપડેટ બ્રાજીલ, ઇરાન અને ઇંડોનેશિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. પરંતુ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી થોડા સમય આ ફીચર ભારતીય યૂઝર્સ માટે પણ રોલ આઉટ કરી દેવામાં આવશે.

અત્યાર સુધી યૂઝર એનિમેટેડ સ્ટીકર બનાવવા માટે થર્ડ પાર્ટી એપ Sticker Maker Studio ની મદદ લઇ રહ્યા છે. આ એક એપ છે જેને પહેલાં પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી પડે છે, અને પછી જે વીડિયો એનિમેશન ઇચ્છે છે  તેને કેમેરા વડે રેકોર્ડ કરવા માટે એનિમેટેડ સ્ટિકર તૈયાર કરવામાં આવે છે. 

રિપોર્ટ અનુસાર વોટ્સએપ પર જલદી એક ખાસ ટેબ એડ કરવામાં આવશે, જેના પર ક્લિક કરતાં જ યૂઝર્સ ઇંસ્ટાગ્રામ રીલના શોર્ટ વીડિયો જોઇ શકશો. તેના માટે ફેસબુકે ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે. જો આમ થાય છે તો યૂઝર્સ વોટ્સએપમાં પણ ઇંસ્ટાગ્રામના ખાસ ફીચર્સની મજા માણી શકશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link