એક સાથે 5 ડિવાઇસ પર ચલાવી શકશો WhatsApp, જલદી લોન્ચ થશે દમદાર ફીચર
WABetaInfo એ પોતાના એક રિપોર્ટમાં સ્ક્રીનશોટ શેર કરતા આ જાણકારી આપી છે. જાણવા મળી રહ્યું છે કે આ ફીચરને શરૂઆતી દિવસમાં માત્ર વોટ્સએપ વેબ (WhatsApp Web) માટે રજૂ કરવામાં આવશે. એટલે કે આ ફીચર સ્માર્ટફોનમાં કામ કરશે નહીં.
રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે વોટ્સેપ મલ્ટી-ડિવાઇસ સપોર્ટ હેઠળ યૂઝર્સ ચાર એડિશનલ ડિવાઇસ પર વોટ્સએપનો ઉપયોગ કરી શકો છો, જેથી યૂઝર્સ એક સાથે પાંચ ડિવાઇસ પર એક સાથે વોટ્સએપ ચલાવી શકે છે.
સ્ક્રીનશોટમાં તે પણ જાણકારી આપવામાં આવી કે આ ફીચરને કારણે યૂઝર્સને શરૂઆતમાં પરર્ફોર્મંસ અને ક્વોલિટીને લઈને થોડી સમસ્યા આવી શકે છે. પરંતુ ધીમે-ધીમે આ મુશ્કેલી દૂર થઈ જશે.
કંપનીનું કહેવું છે કે આ ફીચરના લોન્ચ થયા બાદ યૂઝર્સે તેનો ઉપયોગ કરવા માટે લેટેસ્ટ વર્ઝનને ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે નહીં. રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે લિંક કરેલી ડિવાઇસ, મેન ડિવાઇઝ પર એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન વગર કામ કરશે.
વોટ્સએપે હજુ સુધી પુષ્ટિ કરી નથી કે મલ્ટી-ડિવાઇસ ક્યારે ઉપલબ્ધ થશે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે નવા ફીચરને જલદી લોન્ચ કરવામાં આવી શકે છે. આ ફીચર્સનો લોકો છેલ્લા ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.