WhatsApp 2021, Chatting App માં આવી રહ્યા શાનદાર New Features
તાજેતરમાં જ તમામ રિપોર્ટમાં પુષ્ટિ થઇ છે કે WhatsApp ખૂબ જલદી તમને ડેસ્કટોપ અને લેપટોપથી કોલિંગ અને વીડિયો ચેટીંગની સુવિધા આપવાના છે. આ ફીચરનું ટેસ્ટિંગ શરૂ થઇ ચૂક્યું છે. ખૂબ જલદી આ ફીચર લોન્ચ કરવામાં આવી શકે છે.
તાજેતરમાં જ WhatsApp Payment શરૂ કર્યા બાદ આ એપ દ્વારા ઇંશ્યોરન્સ સેવા પણ શરૂ કરવાની યોજના છે કહેવામાં આવી રહ્યું છે કે આ ખાસ ઇંશ્યોરન્સ સેવા માટે કંપની એસબીઆઇ અને એચડીએફસી સાથે વાતચીત કરી રહી છે.
કંપની WhatsApp ને મલ્ટી ડિવાઇસ સપોર્ટ આપવા પર કામ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ જલદી જ એક જ WhatsApp એકાઉન્ટને ચાર ડિવાઇસ પર યૂઝ કરી શકશો.
પ્રાપ્ત જાણકારી અનુસાર ખૂબ જલદી તમને રીડ લેટરની સુવિધા મળી શકે છે. જોકે આમ તો યૂઝર કોઇ ચેટને Read Laterમાં નાખશે, તે ચેટના નોટિફિકેશન્સ આવવાના બંધ થઇ જશે.