WhatsApp Update: આ 5 નવા ફીચર્સ બદલી દેશે એપ યૂઝ કરવાનો તમારો અંદાજ, જાણો બધું જ

Sat, 16 Apr 2022-11:54 pm,

વોટસએપ ગ્રુપના એડમિન્સ હવે ગ્રુપના કોઇપણ મેમ્બર્સના મેસેજને ડિલીટ કરી શકશે. આ પ્રકારે તે મેસેજ ગ્રુપમાં કોઇપણ જોઇ શકશે નહી. 

આ ફીચર વડે યૂઝર્સ પ્લેટફોર્મ પર એક 'કમ્યૂનિટી' બનાવી શકશે. જોકે આ ફીચર્સ અંતગર્ત ઘણા બધા વોટ્સએપ ગ્રુપ્સને એક ગ્રુપમાં સમ્મિલિત કરી શકાશે. 

નવા અપડેટ સાથે એક નવું ફીચર પણ આવ્યું છે કે વોટ્સએપ વોઇસ કોલ્સમાં હવે એકસાથે 32 લોકોને જોડી શકાશે. તમને જણાવી દઇએ કે હાલ કોલ પર પાંચ જ લોકોને એડ કરી શકાય છે. 

ફેસબુક અને ઇંસ્ટાગ્રામની માફક હવે વોટ્સએપ યૂઝર્સ એપ પર આવનાર મેસેજ પર ઇમોજી વડે રીએક્ટ કરી શકશે એટલે કે જલદી જ વોટ્સએપ પર ઇમોજી રિએક્શનનું ફીચર આવવાનું છે.

વોટ્સએપ પર હવે તમે 2GB સુધીની સાઇઝની ફાઇલ્સને આરામથી મોકલી શકશો. આ ફીચર્સને યૂઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link