WhatsApp નું નવું ફીચર, હવે લેપટોપ-કોમ્યુટર વડે કરી શકશો વોઇસ અને વીડિયો કોલ, જાણો રીત

Thu, 11 Mar 2021-4:32 pm,

કંપનીએ કહ્યું કે પ્લેટફોર્મ પર વોઇસ અને વીડિયો કોલ એન્ડ ટૂ એન્ડ ઇનક્રિપ્ટેડ છે અને એટલા માટે વોટ્સએપ (WhatsApp) તેને સાંભળી કે જોઇ શકતું નથી કે તેને ફોન અથવા કોમ્યુટર શેના વડે કરવામાં આવ્યો છે. એક સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે વોટ્સએપ (WhatsApp) ડેસ્કટોપ પર વીડિયો કોલિંગ સુવિધા પોટ્રેટ અને લેડસ્કેપ બંને ઓરિએન્ટશનને સપોર્ટ કરશે.  

વોટ્સએપ (WhatsApp) ડેસ્કટોપ એપમાં વીડિયો કોલિંગમાં એક અલગ એડજસ્ટેબલ વિંડો, સ્ક્રીનની ઉપરની ખુલશે. જેથી તમે વીડિયો કોલિંગ સાથે પોતાની ચેટ્સને મિસ ના કરી શકો. 

- વોટ્સએપ (WhatsApp) ડેસ્કટોપ એપને યૂઝ કરવા માટે તમારા PC અથવા MAC માં વોટ્સએપ વેબસાઇટ વડે તેને ઇનસ્ટોલ કરી શકો છો. 

- તમે આ વોટ્સએપ ડેસ્કટોપ એપને આપવામાં આવેલી લિંક https://t.co/JCc3rUunoU વડે પણ ડાઉનલોડ કરી શકો છો.

- ત્યારબાદ તમારે તમારા ફોનના વોટ્સએપ વડે તેના QR કોડને સ્કેન કરવો પડશે. 

જેમ કે તમે ગ્રુપ વીડિયો કોલિંગ ફીચર એંડ્રોઇડ અથવા IOS માં ઉપયોગ કરો છો, જેમાં તમે એકસાથે 8 લોકોને વીડિયો કોલ કરી શકો છો, એવું ફીચર અત્યારે આ વોટ્સએપ ડેસ્કટોપ એપમાં ઉપલબ્ધ નથી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link