Whatsapp Scam: વોટ્સએપ પર જોબ ઓફર લઇને આવી એક છોકરી, પછી છોકરાને કહ્યું- પૈસા ખૂબ છે, પ્રેમ જોઇએ...

Tue, 17 Oct 2023-4:54 pm,

આટલું જ નહીં, તેણીએ સ્કેમર સાથે પ્રેમ વિશે વાત કરી. સ્કેમરે યુઝરને છેતરવાનો અને તેમના એકાઉન્ટમાંથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. જો કે, તે યુઝર્સ સ્કેમરના સકંજામાં ન ફસાય અને પોલીસને જાણ કરી.

તમે વોટ્સએપ ચેટમાં જોઈ શકો છો કે વ્યક્તિ કેવી રીતે સ્કેમર સાથે વાત કરી રહી છે. તેણે મજાકમાં એવી વાત લખી કે વાંચીને બધા દંગ રહી ગયા. માઇક્રો-બ્લોગિંગ સાઇટ એક્સ પર @ChettyArun નામના યુઝરે લખ્યું, ''પૈસા ખૂબ છે, પ્રેમ જોઇએ. એક સ્કેમર સાથે પ્રેમ, દુનિયા શાંતિ, અને દરેક વસ્તુ વિશે દિલની દિલ સાથે વાતચીત થઇ.''   

તેણે સ્કેમર સાથે તેની વાતચીતના સ્નેપશોટ પણ શેર કર્યા. WhatsApp પર કોમ્યુનિકેશન દર્શાવે છે કે લાવાણ્યા (Lavanya) નામની છોકરી @ChettyArunને કહી રહી છે કે તે HalcyonIndia ની HR છે અને તેણે "LinkedIn અને Naukri.com" જેવા રિસોર્સ પ્રોવાઇડ પાસેથી તેનો નંબર મેળવ્યો છે.  

મહિલા તેને કંપની અને નોકરી વિશે જણાવે છે. આના પર X યુઝરે જવાબ આપ્યો, "હાય લાવણ્યા, આ ખૂબ જ સુંદર નામ છે. તેનો અર્થ શું છે?" મહિલા ફક્ત તેમનો આભાર માને છે અને પછી કામ વિશે વાત કરવાનું શરૂ કરે છે. બાદમાં, @ChettyArunએ મજાકમાં લખ્યું, "અરે, લાવણ્યા ઘણા પૈસા છે, પ્રેમની જરૂર છે. જો પ્રેમ માટે કોઈ કાર્યક્રમ હોય તો મને જણાવો."

ત્યારબાદ લાવણ્યા કહે છે, "પ્લીઝ, પ્રેમ માટે કોઇ કાર્યક્રમ નથી. આ એક વર્ક પ્રોગ્રામ છે." આના પર @ChettyArun માત્ર એટલું જ કહે છે કે દુનિયામાં પ્રેમ નથી અને લોકો દરેક જગ્યાએ લડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link