શું તમારા WhatsApp પર પણ આવ્યો છે આ મેસેજ? ખોલશો તો ખાલી થઇ જશે બેંક એકાઉન્ટ
gadgetsnow ના અનુસાર હાલમાં ભારતમાં WhatsApp યૂઝર્સને એક ખાસ મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. આ મેસેજ Amazon 30th Celebration નો છે. આ મેસેજમાં Congratualstions લખેલો છે. અમેઝોનના લોકોની સાથે મોકલેજ મેસેજમાં બતાવવામાં આવ્યું છે કે ફક્ત થોડી મિનિટોના એક સર્વેમાં ભાગ લઇને તમે Huawei Mate 40 Pro 5G સ્માર્ટફોન મેળવી શકો છો.
અમેઝોનના નામથી મોકલવામાં આવી રહેલા WhatsApp મેસેજ સાથે એક URL લિંક પણ છે. તેને ક્લિક કરતાં જ તમારા મોબાઇલમાં એક સર્વે પેજ ખુલે છે. સર્વેમાં કેટલીક જાણકારીઓ માંગી છે. ગિફ્ટ આપવા માટે આ સર્વેને ભરવા માટે કહેવામાં આવી રહ્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ લિંકને ન ખોલો. કારણ કે આ સર્વેમાં પૂછવામાં આવેલા પ્રશ્ન તમારી અંગત જાણકારી સાથે જોડાયેલા છે. તે પહેલાં મહત્વપૂર્ણ ડેટા લીક થવાનો ખતરો છે.
જાણકારોનું કહેવું છે કે આ સર્વેથી જાણકારી એકઠી કરીને ઓનલાઇન હેકર્સ તમારા બેંક એકાઉન્ટમાં સેંધ લગાવી શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સર્વેની જાણકારીના આધારે તમારા બેંક એકાઉન્ટના પૈસા નિકાળવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર કોઇપણ મોટી કંપની એક સર્વે માટે મોંઘો મોબાઇલ આપતી નથી. આ મેસેજ સંપૂર્ણપણે ફેક છે.