મહત્વના સમાચાર....1 જાન્યુઆરીથી આ લોકોના મોબાઈલમાંથી `ગાયબ` થઈ જશે WhatsApp!, ફટાફટ કરો આ કામ
મેસેજિંગ એપ વોટ્સએપ જૂના સ્માર્ટફોનમાં કામ કરશે નહીં.
જો તમે જૂના વર્ઝનવાળા ફોન વાપરી રહ્યા હોવ તો તમારે પણ તેના ફોનના ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરવી પડશે અથવા તો યૂઝર્સે ડિવાઈઝ અપગ્રેડ કરવો પડશે.
Android સ્માર્ટફોન યૂઝર્સે પોતાની ઓપરેટિંગ સિસ્ટમને Android 4.0.3 કે તેના ઉપરની ઓપરેટિંગ સિસ્ટમમાં અપગ્રેડ કરવાનું રહેશે. આ બાજુ આઈફોન યૂઝર્સે પોતાની ઓપરેટિંગ સિસ્ટમને iOS 9 કે તેનાથી ઉપર અપગ્રેડ કરવી પડશે. જો તમારો સ્માર્ટફોન તેનાથી વધુ અપડેટ નહીં થતો હોય તો પછી તમારે મોબાઈલ ફોન બદલવાની જરૂર પડી શકે છે.
રિપોર્ટ મુજબ ખાસ કરીને Samsung Galaxy S2 અને Motorola Droid Razrમાં આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ કામ નહીં કરે. જેની સંખ્યા લાખોમાં હોઈ શકે છે.
જે સ્માર્ટફોનમાં વોટ્સએપ કામ નહીં કરે તેમાં HTC Desire, LG Optimus Black, Motorola Droid Razr, Samsung Galaxy S2 સામેલ છે. iPhone 4 થી નીચેના મોડલ્સમાં પણ વોટ્સએપ કામ નહીં કરે.
સ્માર્ટફોનને લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં અપગ્રેડ કરવા માટે તમારે ફોનના સેટિંગ્સમાં જવું પડશે. ત્યારબાદ લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ કરવા માટે ચેક કરવું પડશે. Apple યૂઝર્સ પણ સેટિંગ્સમાં જાઓ અને General પર ટેપ કરો ત્યારબાદ About પર ટેપ કરીને સોફ્ટવેર વર્ઝન ચેક કરી શકાય છે. આ પ્રકારે તમે તમારા ફોન ચેક કરીને પરેશાનીથી બચી શકો છો.