તમારા આધાર કાર્ડનો ક્યાં અને કેટલી વાર ઉપયોગ થયો છે? ઘરે બેઠાં કરો આ અંગેની તપાસ
UIDAI ની સત્તાવાર વેબસાઇટ https://resident.uidai.gov.in પર આધાર પ્રમાણીકરણ ઇતિહાસ વિકલ્પ થકી, તમે તમારા આધાર કાર્ડનો છેલ્લા 6 મહિનાનો ઇતિહાસ ઘરે બેઠા જોઈ શકો છો.
આ માટે તમારે પહેલા UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in પર જવું પડશે અને 'My Aadhar' ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
આગળ વધવા પર, આધાર સેવા વિભાગ ખુલશે, જેમાં 'આધાર પ્રમાણીકરણ ઇતિહાસ'ના વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમે તમારો આધાર નંબર અને આપેલ કેપ્ચા ઇમેજ ભરો. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર મેસેજના રૂપમાં એક OTP આવશે.
OTP ભર્યા પછી, તમને 2 વિકલ્પો મળશે. આમાં એક 'ઓથેન્ટિકેશન ટાઈપ' જેમાં બાયોમેટ્રિક વગેરેની વિગતો જોવા મળશે. આ દરમિયાન બીજો વિકલ્પ 'ડેટા રેન્જ'નો હશે. આ હેઠળ, ચૌક્કસ તારીખથી બીજી નિશ્ચિત તારીખ વચ્ચે માહિતી મળશે
તેથી અંતે, તમે તમારી નિશ્ચિત સમયમર્યાદા ભરીને તમારા આધારના ઉપયોગથી સંબંધિત તમામ માહિતી મેળવી શકો છો.