તમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતો

Sat, 11 May 2024-12:29 pm,

રૂપાલાના ઘરની વાત કરીએ તો તેનું નિવાસ સ્થાન અમરેલીના ઈશ્વરીયા ગામમાં છે. રૂપાલા હાલમાં રાજકોટમાં નવા ઘરમાં પહેવા પહોંચ્યા છે. એટલે કે હાલમાં પરશોત્તમ રૂપાલા રાજકોટમાં તેમના પરિવાર સાથે રહે છે.

પરષોત્તમ રૂપાલા ભાજપના વરિષ્ઠ નેતા છે અને લગભગ પાંચ દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના રાષ્ટ્રીય સંયોજક રહી ચૂક્યા છે. રૂપાલાએ આંધ્રપ્રદેશ અને ગોવાના પ્રભારી તરીકે પણ સેવા આપી છે. રૂપાલાના મોદી સાથે ખાસ અંગત સંબંધો હોવાથી મોદી પહેલી સભા રાજકોટમાં કરવાના હતા પણ તેઓએ આ સભા ટાળી દીધી છે. ગુજરાતમાં પીએમ મોદીની સભાઓથી પણ રૂપાલાને દૂર રખાયા હતા. 

ત્રણ વખત અમરેલી વિધાનસભામાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ત્રણ વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. 2014 માં કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ તેમને કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજ જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી. જેની જવાબદારી તેમને સુપેરે નિભાવી હતી.

રૂપાલાનો જન્મ 1 ઓક્ટોબર 1954ના રોજ અમરેલીમાં થયો હતો. કારકિર્દીની શરૂઆત પણ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કરી હતી. તેમણે 1976-1977માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. રૂપાલાએ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે 2006થી 2010 સુધી જવાબદારી નિભાવી હતી. રૂપાલાએ એક શિક્ષકથી શરૂઆત કરીને આજે સંસદ બની ચૂક્યા છે. 

રૂપાલાએ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોંગદનામામાં જે વિગતો દર્શાવી છે તે મુજબ, રૂપાલા પાસે વિદેશી બનાવટની એક પિસ્તોલ છે. પત્ની પાસે કાર નથી. પત્ની સવિતાબહેન પાસે 81 લાખની કિંમતનું 1390 ગ્રામ સોનું છે. પતિ-પત્ની પાસે પોણા 6 કરોડ રૂપિયા વ્યક્તિ દીઠ જંગમ મિલકત હોવાનું જણાવ્યું, વર્ષ 2022-23માં પુરુષોત્તમ રૂપાલાએ 15 લાખ 77 હજાર 110 રૂપિયાની આવક થઈ હોવાનું દર્શાવ્યું છે. BSc. B.Ed સુધીનો અભ્યાસ દર્શાવ્યો છે.  રૂપાલાનું મૂળ ગામ અમરેલીનું ઈશ્વરિયા છે. રૂપાલા મોદી સરકારના મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી છે. જેઓ ફરી વિજેતા બનશે તો મંત્રી બનવાના ચાન્સ પણ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link