iPhone 14 ક્યાં થવા જઈ રહ્યો છે Launch? ખૂબ જ સુંદર છે Apple Far Out Event નું સ્થળ, જુઓ Photos

Wed, 07 Sep 2022-10:29 pm,

iPhone 14 ની લૉન્ચ ઇવેન્ટ એપલ પાર્કમાં યોજાઈ રહી છે, જે યુએસએના કેલિફોર્નિયામાં સ્થિત ક્યુપરટિનોમાં બનેલો છે. લોન્ચ ઇવેન્ટનું આ સ્થળ જોવામાં ખૂબ જ ભવ્ય છે.

તમને જણાવી દઈએ કે આ તસવીર એપલ પાર્કના વિઝિટર સેન્ટરની છે, જ્યાં તમારા અને અમારા જેવા સામાન્ય લોકો જઈ શકે છે. આ વિસ્તારને પણ ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવી છે. જણાવી દઈએ કે ભારતીય સમય અનુસાર લોન્ચ ઈવેન્ટ રાત્રે 10:30 વાગ્યાથી શરૂ થશે.

આ ભાગ પણ એપલ પાર્કનો છે અને આના પરથી તમે અંદાજ મેળવી શકો છો કે આ વર્ષની લોન્ચ ઇવેન્ટ કેવી રહેશે. તમને જણાવી દઈએ કે આ તસવીર iPhone 13ના લોન્ચ ઈવેન્ટની છે, જેમાં કંપનીના સીઈઓ ટિમ કૂક સ્ટેજ પર જોવા મળે છે.

આ વિસ્તાર Apple Park, Cupertino નો પણ એક ભાગ છે. લોન્ચ ઇવેન્ટ વિશે વાત કરીએ તો તે Appleની સત્તાવાર વેબસાઇટ અને YouTube પેજ પર લાઇવ સ્ટ્રીમિંગ પણ થશે.

Apple પાર્કમાં આયોજિત આ લૉન્ચ ઇવેન્ટમાં iPhone 14 સિરીઝની સાથે Apple Watch Series 8, iOS 16 અપડેટ અને AirPods Pro 2ના મૉડલ પણ લૉન્ચ થઈ શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link